દેશમાં રેકોર્ડ બ્રેક ઘઉંનું ઉત્પાદન 11 ટકા વધી 11.31 કરોડ ટન થવાનો સ્કાયમેટનો અંદાજ

કોમોડિટી રિપોર્ટર | અમદાવાદ

દેશમાં ચાલુ વર્ષે સારા વરસાદના કારણે શિયાળુ પાકોના વાવેતર વિસ્તારમાં સરેરાશ 10 ટકાની વૃદ્ધિ થઇ છે. ખાસકરીને ઘઉંના વાવેતરમાં 12 ટકાનો વધારો થઇ 334.35 લાખ હેક્ટરમાં રહ્યું છે હવામાન સાનુકુળ રહેતા ઉત્પાદન રેકોર્ડ બ્રેક 11.31 કરોડ ટન થશે તેવો પ્રાથમીક અંદાજ હવામાન એન્જસી સ્કાઇમેટ દ્વારા દર્શાવવામાં આવ્યો છે. ગતવર્ષે ઘઉંનું ઉત્પાદન 10.22 કરોડ ટન રહ્યું હતું તેને ધ્યાનમાં લેતા કુલ ઉત્પાદનમાં 11 ટકાનો વધારો દર્શાવાઇ રહ્યો છે. ટોચના અગ્રણી બ્રોકરો ઉત્પાદનનો અંદાજ 12 કરોડ ટન થશે તેવો અંદાજ મુકી રહ્યાં છે. ઘઉં ઉપરાંત ચણા, જાડા ધાન્ય તેમજ તેલીબિયાં પાકોમાં રાયડાના ઉત્પાદનમાં પણ વધારો થશે. ખેડૂતોને સારા ભાવ માટે બજેટમાં યોગ્ય નિકાસ નીતિ ઘડાય તે આવશ્યક છે.

જોકે, કૃષિ મંત્રાલયના પહેલા અંદાજમાં મસાલા પાકોના ઉત્પાદનમાં ઘટાડો દર્શાવાયો છે. જ્યારે તેલીબિયાં પાકોના ઉત્પાદન પણ ઘટે તેવી શક્યતા છે. શિયાળુ પાકોના વાવેતર સરેરાશ 10 ટકા વધી દેશમાં 654.13 લાખ હેક્ટરમાં રહ્યાં છે પરંતુ અમુક રાજ્યોમાં હિમવર્ષા અને અતિશય ઠંડીના કારણે પાકને નુકસાની થઇ હોવાનું જાણકારોનું કહેવું છે.

ચણાનું ઉત્પાદન 5 ટકા વધી 106.6 લાખ ટન આંબી જશે તેવો પ્રાથમીક અંદાજ છે જે અગાઉના વર્ષે 101.31 લાખ ટન રહ્યું હતું. જ્યારે રાયડાનું ઉત્પાદન નજીવું 1.4 ટકાની વૃદ્ધિ સાથે 94.6 લાખ ટન રહેવાનો અંદાજ મુકાઇ રહ્યો છે જે અગાઉના વર્ષે 93.3 લાખ ટન રહ્યું હતું. ઉત્પાદનમાં વૃદ્ધિની સંભાવના છે પરંતુ સરકાર ટેકાના ભાવથી ખરીદી યોગ્ય માત્રામાં નહિં કરે તો ભાવ સપાટી ઝડપી નીચી આવી શકે છે. દેશમાં હોર્ટિકલ્ચર પાકોના ઉત્પાદન વધીને 313.35 મિલિયન ટન રહેવાનો અંદાજ છે જે અગાઉના વર્ષે 310.74 મિલિયન ટન રહ્યું હતું

તેલીબિયાં ઉત્પાદક ખેડૂતોને છેલ્લા કેટલાક સમયથી પુરતા ભાવ ન મળતા વાવેતર વિસ્તારમાં સામાન્ય વૃદ્ધિ રહી છે. સરકારની સસ્તા ખાદ્યતેલોની આયાત પર સંપૂર્ણ પણે પ્રતિબંધ નહિં મુકવામાં આવે ત્યાં સુધી સ્થાનિક ઉત્પાદકોને સારા ભાવ મળી શકે તેમ નથી. રાયડાના ઉત્પાદનનો અંદાજ ઉંચો મુકાયો છે પરંતુ અગ્રણી ટ્રેડરો 90 લાખ ટન અંદર પાકનો અંદાજ દર્શાવે છે.

ખેડૂતોને સારા ભાવ અપાવવા યોગ્ય નિકાસ નીતિ જરૂરી

દેશમાં રવી સિઝનમાં ઉત્પાદનના અંદાજો ઉંચા મુકાઇ રહ્યાં છે ત્યારે સરકાર દ્વારા નિકાસને પ્રાધાન્ય આપવામાં નહિં આવે તો ભાવ સપાટી ઝડપી નીચી આવશે. ઘઉં, કઠોળ તેમજ તેલીબિયાં પાકોની નિકાસ વધે તે માટે વધારાની નિકાસ સબસિડી આપવા ઉપરાંત આયાત પર પણ નિયંત્રણ મુકવામાં આવે તે જરૂરી છે.

ચણામાં ઓસ્ટ્રેલિયાથી આયાત ઘટતા મોટા પાકે પણ ઝડપી મંદીની શક્યતા નહિંવત્

દેશમાં ચણાનું ઉત્પાદન 95-100 લાખ ટન વચ્ચે રહેશે. જુના માલનો સ્ટોક નહિંવત્ હોવાથી તેમજ ઓસ્ટ્રેલિયાથી આયાત નહિંવત્ રહેતા ભાવ ઝડપી ઘટે તેમ નથી. ટેકાનો ભાવ ક્વિન્ટલ દીઠ 4875 છે નવી સિઝ્નમાં નીચામાં ભાવ મંડીના 3700 અને ઉપરમાં 5000 સુધી જઇ શકે છે. ગૌરવ બગડાઇ, જી.પી.બ્રોકર

2020 ઉત્પાદનનું ચિત્ર

વિગત 2020 2019 તફાવત

ઘઉં 1130.60 1021.90 10.6%

ચણા 106.60 101.30 5%

રાયડો 94.60 93.30 1.4%

( નોંધ : ઉત્પાદન લાખ ટનમાં)

રવી વાવેતરની સ્થિતિ

વિગત 2020 2019 તફાવત

ઘઉં 334.35 305.58 11.8

ચોખા 26.11 21.15 23.5

કઠોળ 159.18 150.6 5.7

જાડા ધાન્ય 54.83 47.08 16.5

તેલીબિયાં પાક 79.66 79.61 --

કુલ 654.13 597.52 9.5

(નોંધ : વાવેતર વિસ્તાર લાખ હેક્ટરમાં)



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2Gu7Ux9

Comments