ભવન્સ કોલેજમાં 15 ફેબ્રુઆરીથી હેલ્થ એન્ડ હેપીનેસ કોર્સ શરૂ થશે


લોકો તણાવમુક્ત, તંદુરસ્ત, જીવન જીવી શકે તે હેતુસર ખાનપૂરમાં આવેલી એચ બી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેશન અને મેનેજમેન્ટમાં 15 ફેબ્રુઆરીથી ‘સર્ટિફિકેટ કોર્સ ઈન હેલ્થ એન્ડ હેપીનેસ પ્રોગ્રામ’ શરૂ થશે. આ કોર્સમાં પ્રવેશ ઈચ્છુક ઉમેદવારને કેમ્પસનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યું છે. આ કોર્સમાં યોગ, પ્રાણાયામ, લાફિંગ થેરાપી, એક્યુપ્રેશન, આધ્યાત્મિકતા, ધ્યાનને લગતી બાબતો શીખવાડાશે. આ ઉપરાંત જીવનમાં સકારાત્મક ઊર્જાનો સંચાર માટે માર્ગદર્શન આપવામાં આવશે.

ફેબ્રુઆરીથી મે સુધી શનિ, રવિ આ કોર્સ ચાલશે

આ કોર્સમાં કોઈપણ વયજૂથના ઉમેદવાર કે જેમને કોઈ મોટી શારીરિક સમસ્યા ન હોય તેવા ઉમેદવારો પ્રવેશ મેળવી શકશે. કોર્સમાં પ્રવેશ ઈચ્છુક ઉમેદવારે ખાનપુર ખાતે ભવન્સ ઈન્સ્ટિટ્યૂટમાં સંપર્ક કરવાનો રહેશે. ફેબ્રુઆરી મહિનાથી મે દરમિયાન દર શનિવાર અને રવિવાર એમ બે દિવસ સવારે 7 વાગ્યાથી 8.30 વાગ્યા સુધી આ કોર્સનું પ્રશિક્ષણ આપવામાં આવશે. આ કોર્સની ફી રૂ. 3500 રાખવામાં આવી છે.

રૂ. 3500 ફી ભરીને આ કોર્સમાં એડમિશન મેળવી શકાશે

કોર્સમાં યોગ, પ્રાણાયામ, લાફિંગ થેરપી વિશે શિખવાડાશે

યોગ, હાસ્ય સંબંધિત બાબતો જણાવાશે

સમાજના વિવિધ વર્ગના, વિવિધ વયજૂથના નાગરિકો આ સર્ટિફિકેટ કોર્સના પ્રશિક્ષણ થકી ખુશહાલ જીવન જીવવા માટેના પ્રાથમિક સિદ્ધાંતોની સમજણ મેળવી શકે તે માટે આ કોર્સ શરૂ કરાયો છે. આ કોર્સમાં યોગ, પ્રાણાયામ,આરોગ્ય વિષયક,હાસ્ય સબંધિત ઉપયોગી બાબતોની સમજણ નિષ્ણાતોના માધ્યમથી આપવામાં આવશે. > કોર્સ કો-ઓર્ડિનેટર, સર્ટિફિકેટ કોર્સ ઇન હેપીનેસ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/37M4zG3

Comments