બ્યુટીશિયન યુવતીના ફોટો લઈ 18 ઈન્સ્ટા ID બનાવ્યાં

સેટેલાઈટમાં રહેતી અને બ્યુટી પાર્લરમાં નોકરી કરતી એક યુવતીને બદનામ કરવા માટે અજાણી વ્યક્તિએ તેના ફોટાનો દુરુપયોગ કરી એક નહીં, પરંતુ 18 જેટલા બોગસ ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યા હતા. આ મામલે યુવતીને જાણ થતા તેણે સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સેટેલાઈટમાં રહેતી 21 વર્ષીય યુવતી ત્રણ મહિના પહેલાં એક બ્યુટી પાર્લરમાં નોકરી કરતી હતી. જે તે સમયે તેણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું હતું. જોકે આઠ મહિના પહેલાં તે ડિલીટ કરી નાખ્યું હતંુ. હાલના તબક્કે યુવતી કોઈ જ પ્રકારના સોશિયલ મીડિયા નેટવર્કનો ઉપયોગ જ કરતી નથી.

અગાઉ જ્યારે તે ઈન્સ્ટા યુઝ કરતી હતી ત્યારે તેને બીભત્સ કોમેન્ટો કરવામાં આવી હતી. ત્યારબાદ તેણે ફોટોઝ ડિલીટ કરી દીધા હતા. દરમિયાન યુવતીને જાણવા મળ્યું કે, તેના ફોટાનો દુરુપયોગ કરીને 18 જેટલા એકાઉન્ટ બનાવાયા છે અને તેમાં બીભત્સ કોમેન્ટ્સ પણ કરવામાં આવી છે. આ અંગે યુવતીએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2RYyiVf

Comments