વર્લ્ડ ઇકોનોમિ, સ્ટોક્સ, ક્રૂડ, મેટલ્સને કોરોના ઇન્ફેક્શન: સેન્સેક્સ વધુ 188 ડાઉન

કોરોના વાઇરસના કારણે વૈશ્વિક ઇકોનોમિ અને શેરબજારો અને ક્રૂડ તથા મેટલ્સ માર્કેટ્સમાં ફફડાટ ફેલાયો છે. શનિવારે કેન્દ્રિય અંદાજપત્ર આવી રહ્યું છે. બજેટની તૈયારીનો હલવો દરખાસ્તોનું ગાજર સાબિત થશે તો માર્કેટ ઔર ખરાબ થશે તેવી દહેશત અંદરખાનેથી સેવાઇ રહી છે. સપ્તાહના અંતે ડેરિવેટિવ્સ સેટલમેન્ટ પૂર્વે ઓળૈયા સુલટાવવા રૂપી વેચવાલીના પ્રેશર હેઠળ બીએસઇ સેન્સેક્સ આજે વધુ 188.26 પોઇન્ટની ખરાબી સાથે 41000 પોઇન્ટની સપાટી તોડી 40966.86 પોઇન્ટ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 12060.25 પોઇન્ટની સપાટીએ 58.75 પોઇન્ટની નરમાઇ સાથે બંધ રહ્યો હતો. એકમાત્ર આઇટી ઇન્ડેક્સમાં નોમિનલ સુધારાને બાદ કરતાં તમામ સેક્ટોરલ્સમાં મંદીનો માહોલ છવાયેલો રહ્યો હતો.

ઇન્ટરનેશનલ ક્રૂડ બેરલદીઠ 58.75 ડોલરની સપાટીએ રહ્યું હતું. તો ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 10 પૈસા સુધરી 71.33 બંધ રહ્યો હતો.

માર્કેટબ્રેડ્થ નેગેટિવ: બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 2706 પૈકી 990 સ્ક્રીપ્સમાં સુધારો જ્યારે 1542 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ પ્રોફીટ બુકિંગનું રહ્યું હતું. સેન્સેક્સ પેકની 30 પૈકી 21 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. તે પૈકી ભારતી એરટેલ તેની આફ્રીકન આર્મનો નફો ઘટ્યાના અહેવાલો પાછળ 4.55 ટકા ઘટી રૂ. 490.90 બંધ રહ્યો હતો. તાતા સ્ટીલ 3.49 ટકા, રિલાયન્સ 2.34 ટકા, મારૂતિ 2.05 ટકા, આઇટીસી 1.66 ટકા અને નેસ્લે 1.64 ટકાની નરમાઇ સાથે રહ્યા હતા. જોકે, એચડીએફસી 1.53 ટકા, બજાજ ફાઇ. 1.14 ટકા અને સન ફાર્મામાં 0.966 ટકા સુધારો જોવા મળ્યો હતો.

યુનાઇટેડ સ્પીરિટ્સ 14 ટકા ઊછળ્યો: યુનાઇડેટ સ્પીરીટ્સ પરીણામના પગલે આજે 14 ટકા ઊછળી રૂ. 656.40ની સપાટીએ બંધ રહ્યો હતો. કંપનીનો ચોખ્ખો નફો 15.19 ટકા વધી રૂ. 232 કરોડ થયો છે.

FPI સતત વેચવાલ: વિદેશી સંસ્થાઓની આજે રૂ. 1357.56 કરોડની વેચવાલી સામે સ્થાનિક સંસ્થાઓની રૂ. 711.70 કરોડની ખરીદી રહી હતી.

ડેઇલી ચાર્ટ ઉપર બેરિશ કેન્ડલ, નિફ્ટી 12000 તોડી શકે

નિફ્ટીએ બેરિશ કેન્ડલની રચના દર્શાવી છે. મોટાભાગે લોઅર લોની રચના થયેલી જોવા મળી છે. ઇન્ડેક્સ તેના મહત્વના ટેકાના લેવલ આસપાસ ઘૂંટાઇ રહ્યો છે. નિફ્ટી બુધવારે 12150 પોઇન્ટની નીચેની સપાટીએ રહ્યો તો 11980 11929 પોઇન્ટની સપાટી સુધી ઘટી શકે. ઉપરમાં 12150-12220 પોઇન્ટની સપાટી નજીકની હર્ડલ ગણીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની મોતીલાલ ઓસવાલ સિક્યુરિટીઝના સિદ્ધાર્થ ખેમકા સલાહ આપે છે.

વેદાન્તા 4.5 ટકા તૂટ્યો

કંપની બંધ ઘટાડો

વેદાન્તા 142.15 -4.50%

સેઇલ 47.05 -3.05%

તાતા સ્ટીલ 446.25 -3.49%

JSW સ્ટીલ 255.40 -2.83%



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - world economy stocks crude metals corona infection sensex down 188 more 055507


from Divya Bhaskar https://ift.tt/2OmPCCH

Comments