દંડ કૌભાંડ : ખસીકરણ ગોટાળામાં સંડોવાયેલી કંપનીને બદલે બંધ કરાયેલી સંસ્થાને 1 લાખ દંડનું જુઠ્ઠાણું ચલાવ્યું

હકીકતમાં એનિમલ રાઈટ ફંડને સપ્ટેમ્બરમાં જ ટર્મિનેટ કરાઈ હતી અને આ કંપની કૂતરાં પકડવાની કામગીરી કરતી નથી. આ વાત અધિકારીઓને પણ ધ્યાનમાં છે છતાં તેની સામે કાર્યવાહીનો ખુલાસો કરવા પાછળના કારણો અંગે ખુદ ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન પણ અજાણ છે. એનિમલ રાઈટ ફંડે ખરાબ સ્થિતિમાં ખસીકરણની કામગીરી બંધ કરી ત્યારે મ્યુનિ.એ આ કંપનીને કામગીરી બંધ કરી દેવાની નોટિસ આપી તેને ટર્મિનેટ કરી દીધી હતી.
એનિમલ રાઈટને સપ્ટેમ્બરમાં ટર્મિનેટ કરાઈ હતી
શહેરમાં 65 ટકા કૂતરાંના ખસીકરણનો દાવો
એક તરફ શહેરમાં કૂતરાંની સંખ્યા વધી રહી છે. ત્યારે બીજી તરફ સીએનસીડી દ્વારા હેલ્થ કમિટીમાં એવું જણાવવામાં આવ્યું હતું કે, હાલ શહેરમાં 1.80 લાખ કૂતરાં છે. અને તેમાં પણ 65 ટકા જેટલાને તો ખસીકરણ કરી દેવામાં આવ્યું છે. જો કે, અધિકારીઓના આ દાવા સામે પણ શંકા પ્રવર્તે છે.
મ્યુનિ.એ એનિમલ રાઈટને સપ્ટેમ્બરમાં ટર્મિનેટ કરી તેની સિક્યુરિટી ડિપોઝિટ પણ જપ્ત કરી હતી.
કૌભાંડમાં સંડોવાયેલી કંપનીને બચાવવા પ્રયાસ
અમદાવાદ ઃ અધિકારીઓએ આપેલા ખુલાસા બાદ ‘દિવ્ય ભાસ્કરે’ હેલ્થ કમિટિના ચેરમેન પરેશ પટેલ અને ડેપ્યુટી ચેરમેન જયેશ ત્રિવેદી સાથે વાતચીત કરી હતી અને ‘દિવ્ય ભાસ્કરે’ યશ કંપનીના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો તો તેમની સામે કાર્યવાહી કેમ નહીં ?તેનો વેધક પ્રશ્ન કર્યો હતો. જવાબમાં બંન્ને પદાધિકારીઓએ કહ્યું હતું કે, અમે ‘દિવ્ય ભાસ્કર’ના અહેવાલ અંગે ઈન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ પાસેથી ખુલાસો માંગ્યો હતો. તેમણે કમિટી સમક્ષ એનિમલ રાઈટ ફંડને એક લાખનો દંડ અને બ્લેકલિસ્ટ કરવાની વાત કરી હતી. યશ અંગે તેમણે કંઈ જ કહ્યું નથી પણ જો યશ દ્વારા આ પ્રવૃત્તિ કરવામાં આવી હશે તો તેમની સામે પણ તપાસ કરીને કાર્યવાહી કરીશું. જો કે, આ અંગે એચઓડી નરેશ રાજપૂત અને ઈન્ચાર્જ સુપરિન્ટેડન્ટ ડો. પ્રતાપસિંહ રાઠોડે પણ ફોન પર સંપર્ક સાધવાનું ટાળ્યંુ હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/36yOnq5
Comments
Post a Comment