બજેટમાં ઝીંકાયેલો 244 કરોડ વેરા વધારો ફગાવી દેવા માંગ

અમદાવાદ: મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા કોર્પોરેશનના બજેટમાં ઝીંકાયેલા 244 કરોડના નવા વેરાને મંજૂરી નહીં આપવા ભાજપના કોર્પોરેટરોએ એકસૂરે માગણી કરી છે. મેયર બંગલે યોજાયેલી બેઠકમાં રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતાં. ખાસ કરીને ચૂંટણીનું વર્ષ હોવાથી પ્રજા પર ટેક્સમાં વધારો લાગુ નહીં કરવા રજૂઆત થઇ હતી. કોર્પોરેટરોની રજૂઆત છતાં પણ કોઇ નક્કર નિર્ણય લેવાયો નહતો.
મ્યુનિ.અધિકારીઓ પણ બેઠકમાં હાજર હતાં. બેઠકમાં કોર્પોરેટરોએ રજૂઆત કરી કે, મ્યુનિ.ની હદમાં આવેલા સરકારના ખાલી પ્લોટ કોર્પોરેશનને સુપ્રત કરવામાં આવે. જેથી પ્રજાલક્ષી ઉપયોગ થઇ શકે.
બેઠકમાં રોડ-પાણીના પ્રશ્નો પણ ચર્ચાયા
મેયર દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં કોર્પોરેટરોની હાજરી 70 ટકા હતી. તેમજ મોટાભાગના કોર્પોરેટરો તેમના વિસ્તારના રોડ રસ્તા સહિતના કેટલાક પ્રશ્નો રજૂ કર્યા હતા. જોકે આ તબક્કે સુરેન્દ્રકાકા દ્વારા કોર્પોટરોને એવું સૂચન કરાયું હતું કે તમે સમગ્ર અમદાવાદના વિકાસ બાબતનો વિચાર કરી બજેટ અંગે રજૂઆત કરો. તમારા સ્થાનિક પ્રશ્નો આ બેઠકમાં રજૂ કરશો નહીં. આ બેઠકમાં કમિશનર દ્વારા બજેટમાં રજૂ કરાયેલા કામો પાર પડે તેવું આયોજન કરવા તાકીદ કરવામાં આવી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/31elM8i

Comments