લગ્નના રિસેપ્શનમાં ફોટોશૂટ વખતે ગઠિયો ચાંલ્લાની રકમ સહિત 2.72 લાખ લઈ ફરાર

સોલામાં નંદુભાઇ પટેલ નામના વેપારીના પુત્રના લગ્નના રિસેપ્શનમાં ફોટોશૂટ વખતે ખુરશીની પાછળ મૂકેલી બેગ અજાણ્યો યુવક લઈને ફરાર થઈ ગયો હતો. બેગમાં આઈફોન-11, લગ્નના ચાંલ્લામાં આવેલા રૂ.1.50 લાખ મળી કુલ રૂ.2.72 લાખની મત્તા હતી. આ મામલે નંદુભાઈ પટેલે અજાણ્યા યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીને શોધવાની તજવીજ હાથ ધરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/38GpudB

Comments