યુનિ.ની એક્ઝામમાં ચોરી કરનાર 35 વિદ્યાર્થીને સજા


ગુજરાત યુનિવર્સિટીની ઓક્ટોબર નવેમ્બરની પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા 35 વિદ્યાર્થીની શુક્રવારે સજા નિર્ધારિત કરાઈ હતી. જે વિદ્યાર્થીઓની સજા થઈ છે તેમાંંથી 17 વિદ્યાર્થીને એફ ઝીરોની સજા ફટાકારાઈ છે, જે અંતર્ગત જે વિષયની પરીક્ષામાં ચોરી કરતા પકડાયા હોય તે સહિતની તમામ વિષયોની પરીક્ષામાં નાપાસ કરવાની સજા થઈ છે. જ્યારે 13 વિદ્યાર્થીને જે તે વિષયની પરીક્ષામાં નાપાસ કરવાની સજા કરાઈ છે.

બીજી તરફ પાંચ વિદ્યાર્થીઓની સામે ચોરી કરવાનો ગુનો પુરવાર ન થયો હોવાથી આ વિદ્યાર્થીઓને નિર્દોષ જાહેર કરાયા છે. જ્યારે 3 વિદ્યાર્થીઓ પરીક્ષા શુદ્ધિ સમિતિના હિયરિંગમાં હાજર ન રહેતા તેમનું હિયરિંગ આગામી દિવસોમાં થશે.

યુનિવર્સિટી ટાવરમાં શુક્રવારે સવારે 12 થી 2 દરમિયાન પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓની સજા નક્કી કરવા પરીક્ષા શુદ્ધિ સમિતિની હિયરિંગ થઈ હતી, જેમાં બીએ, બીકોમ, બીએસસી, એમએ, એમકોમ, એમએસસીની સેમેસ્ટર 1, 3 અને 5ની પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીને હિયરિંગમાં આવરી લેવાયા હતા. 38 જેટલા વિદ્યાર્થીને સુનાવણી માટે બોલાવાયા હતા. જે પૈકી કુલ 35 વિદ્યાર્થી આ સુનાવણીમાં હાજર રહ્યા હતા.

પરીક્ષા શુદ્ધિ સમિતિની હિયરિંગમાં જે વિદ્યાર્થીઓની સામે કોપી કેસ કરવામાં આવ્યો છે તે વિદ્યાર્થીઓ તેમજ કોપી કેસ કરનાર ક્લાસ સુપરવાઈઝર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પરીક્ષા શુદ્ધિ સમિતિની હિયરિંગમાં નિર્ણય



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/37MQ4BL

Comments