યુગાન્ડામાં રાણીપ, મહેસાણાના 4 યુવકને ગોંધી 45 લાખ ખંડણી માગનાર 2 ઝડપાયા


યુગાન્ડામાં રાણીપ, મહેસાણા અને પાટણના ચાર યુવકોને બંધક બનાવી રૂ. 45 લાખની ખંડણી માંગવામાં આવી હતી. યુગાન્ડા પોલીસે ચારેયને છોડાવી એક મૂળ ભારતીય સહિત સ્થાનિક અપહરણકર્તાની ધરપકડ કરી છે. અપહરણ કરાયેલા મૂળ ગુજરાતી યુવાનોમાં અક્ષય પ્રજાપતિ, સાહિલ પટેલ, અતુલ પટેલ તથા કલ્પેશ વ્યાસનો સમાવેશ થાય છે. જ્યારે તેમનું અપહરણ કરવામાં અન્ય ગુજરાતી યુવાન પ્રફુલ બૂટાણીનો હાથ હતો.

પાસપોર્ટ છીનવી હોટેલમાં બંધક બનાવ્યા હતા

યુગાન્ડામાં ઝડપાયેલો આરોપી

વિદેશી નાગરિકોને ટાર્ગેટ કરતા હતા

આરોપીઓ વિદેશી નાગરિકોને બોલાવતા અને પછી એવી સ્થિતિનું સર્જન કરતા કે જાણે ભોગ બનનારા યુગાન્ડામાં ગેરકાયદે પ્રવેશ્યા છે. ત્યારબાદ તેમનું અપહરણ કરી તેમના સ્વજનો પાસેથી નાણાં મોકલવાની ધમકી આપતા.

કમ્પાલા પોલીસના નાયબ પ્રવક્તા લુક ઓવોયેસિયિરે જણાવ્યું હતું કે, બુટાણીએ આ ચારેયને કેનેડામાં નોકરી અપાવવાના બહાને ગુજરાતથી બોલાવ્યા હતા ત્યારબાદ તેમના પાસપોર્ટ છીનવી કન્સાન્ગાની એક હોટેલમાં ગોંધી રખાયા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - two young men from ranip mehsana demanding ransom of rs 45 lakh in uganda 055021


from Divya Bhaskar https://ift.tt/36DjCQO

Comments