શ્રીધરે બાથરૂમની સીલિંગમાં બનાવેલા લોકરમાં સંતાડી રાખેલા રૂ.40 લાખના દાગીના મળી આવ્યા

ઈન્કમટેક્સ વિભાગે શહેરના જાણીતા બિલ્ડર અજય શ્રીધર સહિત અન્ય ચાર બિલ્ડરોને ત્યાં મંગળવારે દરોડા પાડ્યા હતા. સતત બે દિવસ સુધી ચાલેલા સર્ચ દરમિયાન ચારેય બિલ્ડરોને ત્યાંથી 3 કરોડ રોકડા અને 2 કરોડની જ્વેલરી તેમજ 20 લોકર મળી આવ્યા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અજય શ્રીધરના હેબતપુર ખાતે આવેલા આલિશાન બંગલાના બાથરૂમની સીલિંગમાં બનાવેલું લોકર આઈટી વિભાગને હાથ લાગ્યું હતું. બાથરૂમમાં મૂકેલી ચાવીથી આઈટી વિભાગ લોકર સુધી પહોંચ્યું હતું. સીલિંગ ખોલીને લોકર ખોલતાં તેમાંથી અંદાજે 35થી 40 લાખ રૂપિયાની જ્વેલરી મળી આવી હતી.

આ ઉપરાંત બુધવારે પણ અજય શ્રીધરના ભાગીદાર શરદ પટેલ, સૂર્યમ બિલ્ડર ગ્રૂપના ઘનશ્યામ પટેલ, દિનેશ જૈન, ચિરાગ ચોટલીયા અને એચઓએફ ફર્નિચરના રાજેશ પટેલ(સ્વદેશી)ના રહેઠાણ અને ઓફિસ પર દરોડાની કાર્યવાહી ચાલુ રહી હતી. રાજપથ ક્લબ પાછળ રહેતા શરદ પટેલના નિવાસસ્થાને ઉપરાંત પરિમલ ગાર્ડન નજીક રહેતાં દિનેશ જૈન, ઘનશ્યામ પટેલ અને રાજેશ પટેલના આંબાવાડી નિવાસસ્થાને દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.

20 લોકર, મોબાઇલ, લેપટોપ, કલાઉડ સહિતનો ડેટા મળી આવ્યો છે. શ્રીધરના 15 નજીકના માણસોને ત્યાં પણ આઈટીનું સર્ચમાં ચિરાગ ચોટલિયા પાસેથી 1.60 કરોડ મળ્યા હતા. ઘનશ્યામ, દિનેશ જૈનની શાહીબાગ અનંતતારા પ્રોજેક્ટમાં સર્ચ કરાયું હતું.

બાથરૂમમાં લટકતી ચાવી જોઇને આઈટીના અધિકારીઓ લોકર સુધી પહોંચ્યાં

બંગલામાં બાથરૂમમાં સિલિંગમાં સોનું સંતાડાયું હતું.

પ્રિયા બ્લૂને ત્યાં 9.80 કરોડ મળ્યા

અલંગના શિપ બ્રેકર્સ પ્રિયા બ્લૂ ઇન્ડસ્ટ્રીઝના માલિક સંજય મહેતા અને ગૌરવ મહેતા તેમજ તેની સાથે સંકળાયેલી પેઢીઓને ત્યાના સર્ચ ઓપરેશનમાં 100 કરોડ પકડાયા બાદ લોકરમાંથી રૂ. 4.9 કરોડની જ્વેલરી અને 5.75 કરોડ રોકડા મળી આવ્યા હતા.

બિલ્ડરોએ ખરીદેલી જમીનમાં સાયન્સ ઝોન હટાવી રહેણાંક ઝોનનું સ્ટેટ્સ અપાયું

રિઝર્વેશન હટી જતાં ભાજપ નેતાઓના ગજગ્રાહમાં દરોડા

ભાસ્કર ન્યૂઝ | ગાંધીનગર

અજય શ્રીધરને ત્યાં પડેલી રેડ પાછળ ભાજપના વરિષ્ઠ નેતાઓ વચ્ચેનો ગજગ્રાહ હોવાનું મનાય છે. સાયન્સ સિટીની આસપાસનો ભાડજ-હેબતપુર સહિતનો વિસ્તાર સાયન્સ ઝોન તરીકે જાહેર કરાયો હતો. અહીંની જમીનોનો ભાવ પ્રતિ ચોરસ વારના સાત લાખ બોલાય છે જેથી હીતધારકો પાસેના કબજામાં રહેલી જમીનોનો કુલ ભાવ સેંકડો કરોડમાં થાય છે. જમીનોના વ્યવસાયમાં હિત ધરાવતા ભાજપના એક ખૂબ વરિષ્ઠ નેતા કે જે પક્ષની નાણાંકીય બાબતોની જવાબદારી પણ સંભાળે છે તેમની સાથે અજય શ્રીધર તથા અન્ય લોકોએ આ વિસ્તારની જમીનો મોટા પ્રમાણમાં ખરીદી હોવાનું સૂત્રો જણાવે છે. તેમાં જ અમદાવાદની એક પ્રતિષ્ઠિત સ્કૂલના સંચાલકે પણ અહીં જમીન ખરીદી હતી. આ પછી અહીં સાયન્સ ઝોન હટાવવા નાણાંના જોરે દબાણ શરૂ કર્યું હતું. પછી ભાજપના જ અન્ય એક નેતા સાથે કરોડોની ગોઠવણ કરી આ વિસ્તાર આર1 ઝોનમાં તબદીલ કરવા કાર્યવાહી કરી હતી. પરંતુ તે અટકી ગઈ હતી. ત્યારબાદ વર્ષ 2016 કોમન જીડીસીઆર હેઠળ સાયન્સ ઝોનને આર1 જેવું જ સ્ટેટ્સ આપી અહીં ટીપી મંજૂર કરી દેવાઈ હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - sridhar found jewelery worth rs 40 lakh hidden in a locker made in the bathroom39s ceiling 055057


from Divya Bhaskar https://ift.tt/315vLwC

Comments