જોખમી મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરનારાને 40 હજારનો દંડ

અમદાવાદ: નારોલ નજીક દેવ હોટલની પાછળ ખુલ્લી જગ્યામાં ખુલ્લામાં જોખમી મેડિકલ વેસ્ટના નિકાલની કામગીરી કરવામાં આવતી હોવાની માહિતીને આધારે સોલિડ વેસ્ટ વિભાગે દરોડો પાડી 40 હજારનો દંડ ફટકાર્યો છે.
સોલિડ વેસ્ટના નિકાલની જોગવાઇ પ્રમાણે અત્યંત જોખમી મેડિકલ વેસ્ટનો સુરક્ષિત રીતે જ નિકાલ થવો જોઇએ. બાયોમેડિકલ વેસ્ટ માટે વિશેષ એજન્સીઓ પણ નક્કી કરવામાં આવી છે. જેના મારફતે તેનો નિકાલ કરી શકાય છે. જોકે શહેરના નારોલ વિસ્તારમાં કેટલાક લોકો આવા બાયો મેડિકલ હઝાર્ડનો ખુલ્લામાં જ નિકાલ કરવામાં આવી રહ્યો હોવાની ફરિયાદ ઉઠી હતી.
મ્યુનિ. સોલિડ વેસ્ટ વિભાગના અધિકારી સ્થળ પર પહોંચતાં જ 11 જેટલા મજૂરો જોખમી કચરાના નિકાલની કામગીરી કરતા હોવાનું જોવા મળ્યું હતું. વિભાગે તત્કાલ સ્થળ પર તેના માલિકને બોલાવ્યો હતો.
જોકે આ સ્થળે માત્ર કંપનીઓમાંથી સીધો જ માલ લાવીને આ રીતે નિકાલ કરવામાં આવતો હોવાનું લોકોએ જણાવ્યું હતું. જોકે આ જોખમી કચરો નહી હોવાનું જણાવ્યું હતું. વિભાગે તેની તપાસ હાથ ધરી છે તેમજ આ જગ્યા કોની માલિકીની છે તેની પણ તપાસ હાથ ધરી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
A fine of 40,000 for a public disposer of a hazardous medical waste


from Divya Bhaskar https://ift.tt/37O299R

Comments