રૂપિયો સુધરતા ચાંદી ઝડપી 500 ઘટી, સોનામાં પણ ઘસારો

કોમોડિટી રિપોર્ટર | અમદાવાદ

ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો આજે ઝડપી 10 પૈસાની મજબૂતી સાથે 71.33 બંધ રહ્યો છે. રૂપિયાની મજબૂતી અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેજીને બ્રેક લાગતા સ્થાનિકમાં ભાવ ઘટ્યાં છે. સ્થાનિક બજારમાં ચાંદી ઝડપી 500ના ઘટાડા સાથે રૂા.47500 બોલાઇ ગઇ છે. જ્યારે સોનું 100 ઘટી 41900 બોલાતું હતું. નવી દિલ્હી ખાતે સોનું 162ના ઘટાડા સાથે 41294 અને ચાંદી 657 ઘટી 47870 બોલાઇ રહી છે. જ્યારે મુંબઇ ખાતે સોનનું 40650 તથા ચાંદી 46695 બોલાતી હતી. હાજર બજારની સાથે વાયદામાં પણ ભાવ નરમ રહ્યાં છે.

વૈશ્વિક સ્તરે સોનું ઘટી 1583 ડોલર અને ચાંદી 18ડોલર આસપાસ ક્વોટ થઇ રહી છે. બૂલિયન એનાલિસ્ટોના મતે જ્યાં સુધી સોનું 1600 ડોલરની સપાટી ન કુદાવે ત્યાં સુધી ઝડપી તેજીના સંકેતો મળતા નથી. જ્યારે ચાંદી 18 ડોલરના સપોર્ટે અથડાઇ રહી છે. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.40562 ખૂલી, ઊપરમાં રૂ.40608 અને નીચામાં રૂ.404૩1 ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.6૩ ઘટીને રૂ.40522 બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.109 વધીને 8 ગ્રામદીઠ રૂ.૩22૩6 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.8 વધીને 1 ગ્રામદીઠ રૂ.૩979 થયા હતા. ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.4692૩ ખૂલી, ઊપરમાં રૂ.46970 અને નીચામાં રૂ.46641 ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.174 ઘટીને રૂ.468૩1 બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.165 ઘટીને રૂ.46860 બોલાતી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/36xlbQ7

Comments