અમેરીકી પીઝા કંપની લિટલ સીઝર્સ દેશમાં ખોલશે 500 સ્ટોર્સ

નવી દિલ્હી| દૂનિયાની ત્રીજા ક્રમની સૌથી મોટી અને અમેરીકા સ્થિત લીટલ સીઝર્સ પીઝા સ્ટોર ચેન કંપની આગામી પાંચ વર્ષમાં ભારતમાં 500 સ્ટોર્સ શરૂ કરશે. લીટલ સીઝર્સે દેશમાં સૌ પ્રથમ શાકાહારી પિઝા આઉટલેટ સાથે થોડા સમય પહેલા ભારતમાં શરૂઆત કરી છે. કંપનીએ અમદાવાદ ખાતે બે સ્ટોર્સ સાથે શરૂઆત કરી છે. કંપનીના સિનિયર ઉપાધ્યક્ષ, ઇન્ટરનેશનલ પૌલા વિશિંગે જણાવ્યું કે, કંપની અમેરીકા ઉપરાંત 25 દેશોમાં કારોબાર ધરાવે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/36BKqRt

Comments