
સેટેલાઈટના રેવતિ ટાવરમાં આવેલી આર.એસ. જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે લુટારુ દાગીના જોવાના બહાને ભૌમિક શાહ નામના વેપારીને કેફીપદાર્થ સૂંઘાડી બેભાન કરી રૂ. 56 લાખની કિંમતનું 1.40 તોલા સોનું લૂંટી ગયા હતા. બે કલાક બાદ દુકાનમાલિક આવતા વેપારીને જગાડતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. ભૌમિક શાહે પોલીસને જણાવ્યાનુસાર દુકાનના ડિસપ્લેમાં મૂકેલા 1.40 તોલાના દાગીના લુટારુ લઈ ગયા હતા. જ્યારે ચાંદીના દાગીના યથાવત્ હતા. પોલીસનું કહેવું છે કે, લુટારુઓ ભૌમિકને બેભાન કર્યા બાદ બે કલાક સુધી દુકાનમાં રહ્યાં હતાં. જોકે આરોપીની હજુ કોઈ ભાળ મળી શકી નથી.
સીસીટીવી છે, પણ રેકોર્ડિંગ બંધ છે
ભોમિકભાઈની દુકાનમાં સીસીટીવી કેમેરા લાગેલા છે, પરંતુ તેનું રેકોર્ડિંગ બંધ છે. ભૌમિક શાહની દુકાનમાં એક કર્મચારી નોકરી કરે છે, પરંતુ તે લગ્નપ્રસંગમાં ગયો હોવાથી સોમવારે દુકાને આવ્યો ન હતો. તેમ જ દુકાનની બહાર અન્ય જગ્યાએ આરોપીઓ દુકાનમાં આવતા કે જતા સીસીટીવીમાં દેખાતા નથી, જેથી ઘટના શંકાસ્પદ જણાતાં ફરિયાદીની ઊલટતપાસ ચાલી રહી હોવાનું એસીપી દિવ્યા રવિયાએ જણાવ્યું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/37zmJul
Comments
Post a Comment