રોડ બનતો હોવાથી માણેકચોક ખાણીપીણી બજાર 5 દિવસ બંધ

અમદાવાદનું સૌથી જૂનું ખાણીપીણી બજાર માણેકચોક રોડ બનાવવાની કામગીરીને લીધે સોમવારથી શુક્રવાર 5 દિવસ બંધ રહેશે. 2002માં ગોધરાકાંડ પછીના તોફાનોને લીધે આ બજાર બંધ રહ્યું હતું.

અત્યાર સુધી માણોકચોકના રોડ પર રિસરફેસિંગ કરાયું હોવાથી રોડ એટલા ઊંચા થઈ ગયા હતા કે દુકાનોમાં પાણી ઘૂસી જતું હતું. આ વખતે રોડ મિલિંગ પદ્ધતિથી રોડ બની રહ્યો છે. જેમાં રોડ 6 ઈંચ ખોદવામાં આવ્યો છે. રોડ બનાવવાની કામગીરી રાત્રે ચાલશે.

55 લાખના ખર્ચે માણેકચોક વિસ્તારમાં સાંકડી શેરીથી જુના શેર બજાર, માણેકનાથ મંદિર થી માણેક ચોક ફુવારા સુધીના તથા માંડવીની પોળથી ઢાલગરવાડ સુધીના ચાર રસ્તા પર આ પ્રકારે રસ્તો બનાવવામાં આવશે. આ ઉપરાંત દબાણ દૂર કરી 25 લાખના ખર્ચે નવી ફૂટપાથ પણ બનાવવામાં આવશે.

રોડની કામગીરી રાત્રે કરવાની હોવાથી ખાણીપીણી બજાર બંધ કરાવાયું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - due to the road being closed the mining market closed for 5 days 055149


from Divya Bhaskar https://ift.tt/2GsgWeb

Comments