
એસપી રિંગ રોડ પર રવિવારે 6 કલાકની અંદર બે અકસ્માતમાં 2 લોકોનાં મોત નિપજ્યાં હતાં. વેજલપુરની શ્રીનંદનગર વિભાગ-3માં રહેવાલી રાહુલ મહેન્દ્ર પંચાલ રવિવારે એક્ટિવા લઈ બોપલમાં આવેલી રેસ્ટોરાં જવા નીકળ્યા હતા. એસપી રિંગરોડ પર બોપલ જવાના રોડ નજીક પહોંચ્યા ત્યારે તેમની પાછળથી પૂરઝડપે આવી રહેલા એક ક્રેનચાલકે તેમની એક્ટિવાને ટક્કર મારી હતી. આથી રાહુલભાઇ એક્ટિવા પરથી પટકાયા હતા. જ્યારે ક્રેનચાલક સ્પીડમાં હોવાથી બ્રેક ન મારતા તેમના પર ટાયર ફરી વળ્યું હતું. ગંભીર ઈજાના કારણે ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. આ ઘટના અંગે રાહુલના ભાઈ હાર્દિક પંચાલે એમ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ક્રેનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
તો અકસ્માતની બીજી ઘટનામાં રવિવારે મોડી રાતે એસપી રિંગ રોડ સાઉથ બોપલના બ્રિજ નજીક એક અજાણ્યો રાહદારી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન એક પૂરઝડપે આવેલા ટ્રકે તેને ટક્કર મારી હતી, જેથી રાહદારીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતક રાહદારીની ભાળ મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે. તથા ટ્રકચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2RNJP9O
Comments
Post a Comment