સિંગાપોરમાં નોકરીની લાલચ આપી રૂ. 6 લાખની છેતરપિંડી


ન્યૂ રાણીપમાં રહેતી વ્યક્તિ સાથે સિંગાપોરમાં નોકરીની લાલચ આપી છ લાખની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ન્યૂ રાણીપના આર્યવીલા ફ્લેટમાં રહેતા અલ્પેશ ઠક્કરે સાબરમતી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, થોડા સમય પહેલા તેઓ ગોદરેજ ગાર્ડન ખાતે રહેતા પ્રિયમ મોદીના સંપર્કમાં આવ્યા હતા. પ્રિયમે અલ્પેશભાઈના પુત્રને સિંગાપોરમાં નોકરીનો એપોઇન્ટેમેન્ટ લેટર આપીને છ લાખ લીધા હતા, પરંતુ ત્યાં પહોંચતા લેટર ખોટો હોવાથી તેમને પુત્રે અમદાવાદ પાછા ફરવું પડ્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/37O2cm3

Comments