AMTS બજેટમાં બસોની ઓછીને વર્ધીની વધુ ચિંતા

એએમટીએસના 498 કરોડના બજેટમાં ભાજપે સૂચવેલા સુધારામાં એએમટીએસની બસોની ઓછી અને વર્ધીની વધુ ચિંતા કરાઈ હોય એમ લાગે છે. વર્ધીની આવક વાર્ષિક 6.50 લાખના તળિયે પહોંચતા વર્ધીની બસોના ભાડામાં ઘટાડો સૂચવ્યો છે. પરંતુ એએમટીએસ કે રૂટમાં કોઈ વધારો સૂચવ્યો નથી.

એએમટીએસ કમિટીએ બીઆરટીએસની એસી-નોન એસી બસ માટે અલગ ભાડાં ઉપરાંત કુલ 5 કરોડના સુધારા સૂચવ્યા છે. જુલાઈ 2000થી એએમટીએસ ટ્રાન્સપોર્ટ મેનેજરની જગ્યા ખાલી પડી છે. આ જગ્યા ભરવા 2 વખત ઠરવા છતાં કઈ થયું નથી.

વર્ધી માટે AMTS બસ હવે સસ્તી થશે

વર્ધીની બસનું પ્રથમ કલાકનું ભાડું રૂ.3 હજાર હતું જે ઘટાડીને 2 કલાક માટે રૂ.2 હજાર અને તે પછી પ્રથમ મિનિટના રૂ.300ને બદલે રૂ.500 રાખવા સૂચવાયું છે. મ્યુનિ. સ્કૂલ પ્રવાસ માટે એએમટીએસ બસ લઈ જાય તો રૂ.700 ભાડું જ્યારે ખાનગી સ્કૂલ માટે રૂ.1500 ભાડું નક્કી કરાયું છે. અગાઉ આ બંને માટે રૂ.2500 ભાડું લેવાતું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2RDyhr7

Comments