નાગરિકતામાં ધર્મનો આધાર લેવો ગેરબંધારણીય: કેથોલિક ધર્મસભા

સીએએ, એનઆરસી અને એનપીઆર મુદ્દે રવિવારે ગુજરાતની કેથોલિક ધર્મસભાનું આયોજન કરાયું હતું. ધર્મસભામાં જણાવાયું હતું કે, કેથોલિક સમુદાય ભારતના ન્યાય અને સમાનતામૂલક નવનિર્માણમાં પ્રતિબદ્ધ રહ્યો છે. દેશના બંધારણની સુરક્ષા કરવા ગુજરાતનો સમસ્ત કેથોલિક સમુદાય કટિબદ્ધ છે. જોકે ધર્મસભાએ સીએએ, એનઆરસી, એનપીઆરના નિર્ણયને ઉતાવળિયું પગલું ગણાવ્યું હતું. ધર્મસભાએ આ અંગે પુનર્વિચારનો સરકારને અનુરોધ કર્યો હતો.

સીએએ દ્વારા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના શરણાર્થીઓને નાગરિકતારૂપી આશ્રય આપવાના સરકારના પ્રયાસને કેથોલિક ધર્મસભાએ આવકાર્યો હતો, પણ તેમાં નાગરિકતાનો લાભ આપવાના ધોરણમાં કોઈ એક નિશ્ચિત માનવ સમુદાયને ધાર્મિકતાના આધારે બાકાત રાખવા બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. તેમાં જણાવાયું હતું કે, નાગરિકતા નક્કી કરવામાં ધર્મનો આધાર લેવો એ ગેરબંધારણીય છે.

વિરોધમાં બંધારણનું આમુખ વંચાયુ

સીએએ અને એનસીઆરના નિર્ણયના વિરોધમાં મહિલાઓ દ્વારા પ્રજાસત્તાક દિને બપોરના 2થી 5 દરમિયાન બંધારણના આમુખનું વાંચન કરાયું હોવાનું ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું. સંવૈધાનિક સર્વધર્મ સમભાવ અને લોકશાહીના રક્ષણ માટે ગુજરાતના 200થી વધુ સ્થળોએ એક સરખા બંધારણનું આમુખ વાચવાના કાર્યક્રમો યોજાયા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/30ZgHR9

Comments