ખાલી રહેલી જગ્યાઓની માહિતી અંગે મંગળવારે ગાંધીનગરમાં શિક્ષણ વિભાગની મિટિંગ યોજાશે. 2016માં કોર્ટ મેટરના કારણે ભરતી દરમિયાન શિક્ષકોને હાજર કરાયા ન હતા તે જગ્યાઓ ખાલી રાખવા માટેની સૂચના મંગળવારે યોજાનારી મિટિંગમાં અપાઇ શકે છે. સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની ભરતી મુદ્દેની પ્રક્રિયામાં પૂર્ણ ચોક્સાઇ રખાઈ રહી છે. સૂત્રો પ્રમાણે, 2016માં ભરતી દરમિયાન ઘણી સ્કૂલોએ શિક્ષકોને હાજર કર્યા ન હતા. આથી તે શિક્ષકોએ કોર્ટમાં આ મુદ્દાને પડકાર્યો હતો. હજુ પણ આ કેસ કોર્ટમાં ચાલે છે. આથી ભવિષ્યની અસરને ધ્યાને લેતા એવી ખાલી જગ્યા પર કોઇ કાર્યવાહી ન થઇ શકે જેના પર કોર્ટ મેટર ચાલી રહી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2tMsPZX
Comments
Post a Comment