સોનિયા ગાંધીની પહેલી પસંદ રાહુલ
રેલીઓ દરમિયાન રાહુલનું મુખ્ય ફોકસ વધતી બેરોજગારી, અર્થતંત્રમાં મંદી, ખેતી સંકટ, બંધારણીય મૂલ્યોની રક્ષા, નાગરિકતા કાયદો અને સાંપ્રદાયિકતા અંગે મોદી સરકારને ઘેરવા પર રહેશે. રાહુલ બિહાર અને પ.બંગાળ જેવાં ચૂંટણીવાળાં રાજ્યોમાં પણ આવી રેલીઓ કરશે. પહેલાં દિલ્હી ચૂંટણીના અમુક દિવસ પછી જ રાહુલ ગાંધીને પાર્ટીના અધ્યક્ષ બનાવવાની યોજના હતી પણ તેમાં ફેરફાર કરાયો છે. સીધી કાર્યસમિતિની બેઠક કે અધિવેશન બોલાવી ફરીવાર અધ્યક્ષ બનાવવાને બદલે પાર્ટીના રણનીતિકાર તેમને ફરીવાર મેદાનમાં ઉતારવાનો નિર્ણય કરવા ઈચ્છે છે. એક વર્ગ પ્રિયંકા ગાંધીને કમાન સોંપવા માગે છે પણ હાલ સોનિયા ગાંધીની પહેલી પસંદ રાહુલ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/36sWgxn
Comments
Post a Comment