ગુજરાત હાઈકોર્ટમાં વકીલોને વિનમ્રતા અને શિસ્ત ઉપરાંત જજ સાથે યોગ્ય વર્તનના પાઠ શિખવાડવા સુઓમોટો

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમાં વકીલોએ કેવી રીતે વર્તન કરવું તેના પર સુઓમોટો થઈ છે. વકીલોએ કોર્ટ રૂમમાં સભ્ય વર્તન કરવા સહિતના અનેક મુદ્દા પર સુઓમોટોમાં રજૂઆત કરાઇ છે. વકીલોને ગેરવર્તણૂકને કારણે કોર્ટમાં કન્ટેમ્પટ (કોર્ટની અવમાનના)ની અરજીઓ વધી ગઇ હોવાની રજૂઆત કરાઈ હતી.
કોર્ટરૂમમાં ન્યાયાધીશો સમક્ષ કેસની રજૂઆત કરતી વખતે ઉશ્કેરાઇને વર્તન ન કરવું, મહિલા વકીલો સાથે ગૌરવપૂર્ણ વર્તન કરવું, સામાપક્ષના વકીલો સાથે દુશ્મનની જેમ ન વર્તવું જેવી સુપ્રીમ કોર્ટે નક્કી કરેલી માર્ગદર્શિકાનું પાલન કરાવવા દાદ માગવામાં આવી છે. ચીફ જસ્ટિસ વિક્રમનાથની ખંડપીઠે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને નોટિસ પાઠવી છે.
પીઆઇએલમાં રજૂઆત કરાઈ છે કે, ન્યાયમૂર્તિઓની ગરિમા જળવાઇ રહે તે માટે વકીલોએ કોર્ટ રૂમમાં શિસ્તબદ્ધ વર્તન કરવું જોઇએ. બાર કાઉન્સિલની ફરજ છે કે તે વકીલોને જજીસની સામે કેવી રીતે ઊભા રહેવું, કેવી રીતે વાત કરવી? કેવું વર્તન કરવું? તે અંગે વકીલોને ટ્રેઇનિંગના કાર્યક્રમ યોજે.
બે જજ ચર્ચા કરતા હોય ત્યારે વકીલે અદબથી ઊભા રહેવું
  • કોઈ કેસ પર બે જજ વાત કરતા હોય ત્યારે વકીલે અદબથી અને નતમસ્તક ઊભા રહેવું જોઈએ તેમજ દલીલ બંધ કરી જજને સમય આપવો જોઈએ.
  • અસીલનો પક્ષ લઈ વકીલોએ સામસામા હાથ કરી દુશ્મનની જેમ વર્તવું ન જોઈએ. કોર્ટનો સમય બગાડવો નહીં અને જાહેરમાં ગેરવર્તણૂક પણ કરવી જોઈએ નહીં.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Suomoto for teaches lawyers in the Gujarat High Court, besides humility and discipline, the lessons of fair dealing with a judge


from Divya Bhaskar https://ift.tt/3b2uSK4

Comments