‘ભણવું ના હોય તો ઘર છોડી દે’ તેવો પિતાએ ઠપકો આપતા પુત્ર ઘર છોડીને જતો રહ્યો

અમદાવાદ: ‘તમે રોજે રોજ મને કહેતા હતા ને કે ના ભણવું હોય તો ઘર છોડીને જતો રહે, લો હવે સાચે જ હું ઘર છોડીને ગયો છું, પિતાએ ભણવા માટે ઠપકો આપતા ધો.10નો વિદ્યાર્થી ઘર છોડીને જતો રહ્યો હતો. પરિવારના સભ્યો તેમજ સોલા પોલીસે સંભવિત જગ્યાએ તપાસ કરી હોવા છતાં હજુ સુધી તેની ભાળ મળી નથી.
સોલા સાયન્સ સિટી આર.સી.ટેક્નિકલ રોડ ધર્મરાજ સોસાયટીમાં રહેતા પ્રદ્યુમનસિંહ પૃથ્વીસિંહ ચુડાવતનો પુત્ર બ્રિજરાજસિંહ(15) બ્રિજરાજસિંહ અક્ષર વિદ્યાલયમાં ભણતો હતો, પરંતુ ધો.10માં નાપાસ થતા ઘરે બેઠા પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. મંગળવારે તેની માતા રેખાબહેને ઊઠીને જોયું તો તે પથારીમાં ન હતો. જેથી આ અંગે પ્રદ્યુમનસિંહે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં પ્રદ્યુમનસિંહે જણાવ્યું હતું કે, તેમણે એક દિવસ પહેલા બ્રિજરાજસિંહને ભણવા બાબતે ઠપકો આપ્યો હતો. જેના કારણે જ તે ઘર છોડીને જતો રહ્યો હતો. પોલીસે તપાસ કરતા બ્રિજરાજસિંહ ચિઠ્ઠી લખીને ગયો હતો. જેના કારણે તે જાતે જ ઘરેથી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. તે સગીર હોવાથી અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો હતો. હજુ તેની કોઇ ભાળ મળી નહીં હોવાનું સોલા હાઈકોર્ટ પીઆઈ જે.પી.જાડેજા એ જણાવ્યું હતું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/313mqFE

Comments