મુનિ રમ્યદર્શન વિજયજીને પંન્યાસ પદવી એનાયત


પાલડીમાં રિવરફ્ન્ટ ખાતે ચાલી રહેલા મહા મહોત્સવમાં શુક્રવારે આચાર્ય રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન મુનિ રમ્યદર્શન વિજયજી ગણીવર્યને આચાર્ય વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મ.સા.એ પંન્યાસ પદવી એનાયત કરી હતી. આ પહેલાં શુક્રવારે વહેલી સવારે ઇવેન્ટ સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય કલાકારો દ્વારા પ્રભુજીની સૂરમય ઉષ્મા ભક્તિમાં શહેરીજનો ભાવવિભોર બન્યાં હતા.

રિવરફ્ન્ટ ખાતે ચાલી રહેલા અગિયાર દિવસીય મહા મહોત્સવમાં આચાર્ય વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મ.સા.આદિ નવ આચાર્ય ભગવંતોની તથા ત્રિશતાધિક સાધુ–સાધ્વીજીઓની નિશ્રામાં ભવ્યાતિભવ્ય સામૂહિક દીક્ષા મહોત્સવ ઊજવાયા બાદ શુક્રવારે વહેલી સવારે સાધુ ભગવંતો અને શ્રાવકોની ઉપસ્થિતિમાં ઇવેન્ટ સેન્ટર ખાતે પ્રભુભક્તિની રમઝટ જામી હતી.

આ મહોત્સવમાં કલાકારોએ ઉપસ્થિત શ્રાવક-શ્રાવિકાઓને સંગીત દ્વારા શબ્દબ્રહ્મથી નાદબ્રહ્મ સુધી લઈ જવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો હતો. કલાકારોએ સ્તવન, ભક્તિગીતો ગાઈને તેમ જ વાજિંત્રોની જુગલબંધી કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

રિવરફ્રન્ટ પર ભક્તો આંતરરાષ્ટ્રીય કલાકારોની સૂરમય ઉષ્મા ભક્તિમાં ભાવવિભોર બન્યા

પાલડીના નવા જિનાલયમાં આજે પ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા થશે

મહામહોત્સવના અંતિમ દિવસે પાલડીના નવનિર્મિત જિનાલયમાં પ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાશે. શનિવારે સવારે 9 વાગ્યાથી નંદ પ્રભા પરિવાર દ્વારા પાલડીમાં ફતેપુરા પોલીસ ચોકી સામે આવેલા નવનિર્મિત જિનાલયમાં શ્રી સાચાસુમતિનાથ પ્રભુની પ્રતિમાનું ગાદીનિશીન કરી પ્રતિષ્ઠા કરવાના મંગલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. પાલડી રિવરફ્રન્ટ પર ગુરુવારથી મહા મહોત્સવની શરૂઆત થઈ હતી.

ઇવેન્ટ સેન્ટરમાં સાધુ ભગવંતો, શ્રાવકોની હાજરીમાં પ્રભુભક્તિની રમઝટ

_photocaption_પાલડીમાં રિવરફ્રન્ટ ખાતે ચાલી રહેલા મહા મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.*photocaption*



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - muni ryamadarshan vijayji was awarded fifty five 055052


from Divya Bhaskar https://ift.tt/36Isapz

Comments