
ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થી સેનેટ અને બોર્ડ ફોર સ્ટૂડન્ટ વેલ્ફેરની ચૂંટણી માટે નિમાયેલી હાઈપાવર કમિટિના ચેરમેન અને સિનિયર સિન્ડિકેટ સભ્ય જશવંત ઠક્કરે જણાવ્યું કે, શાંતિપૂર્ણ વાતાવરણમાં વિદ્યાર્થીઓની ચૂંટણી થાય માટે યુનિવર્સિટીના સ્ટેચ્યુટ અનુસાર કાર્યવાહી થશે, જે અંતર્ગત ચૂંટણીના 30 દિવસો પહેલા ચૂંટણીનું સત્તાવાર જાહેરનામુ અને મતદાર યાદીની જાહેરાત કરાઈ છે. જાહેર કરાયેલી મતદાર યાદીમાં કોઈ નામ-સરનામા કે અન્ય વિગતોમાં ભૂલ હોય તો તે માટે અરજી આપીને મતદાર યાદીમાં સુધારો કરવા નો સમય પણ આપવામાં આવ્યો છે. આ અંગેની અરજી 7મી ફેબ્રુઆરી સુધીમાં સ્વીકારવામાં આવશે.
બીજી તરફ વિદ્યાર્થીઓ 14મી તારીખ સુધીમાં ઉમેદવારી નોંધાવી શકશે, જ્યારે 15મી ફેબ્રુઆરી સુધીમાં આવેલી અરજીઓની ચકાસણી પણ કરવામાં આવશે.
રાજકીય કારકિર્દી બનાવવા માટે તક
રાજકીય કારકિર્દીનું ઘડતર કરવા ઈચ્છુક એબીવીપી અને એનએસયુઆઈના કાર્યકરો-પદાધિકારીઓ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાના જંગ સમાન બની રહેશે. વિદ્યાર્થી સેનેટ અને બોર્ડ ફોર સ્ટૂડન્ટ વેલ્ફેરની ચૂંટણીમાં વિજય મેળવવા માટે બંન્ને વિદ્યાર્થી સંગઠનો એડી ચોટીનું જોર લગાવશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/312CV50
Comments
Post a Comment