છેલ્લા 10 વર્ષથી બીયુ પરમિશન વિના સ્કૂલ ચાલતી હતી
ડીપીએસ ઈસ્ટના વાલી વિકાસ સુદના જણાવ્યાં પ્રમાણે હાથીજણ ડીપીએસ તરફથી તાજેતરમાં વિવાદ થયા બાદ ડીપીએસની બીયુ પરમીશન માટે અરજી કરી હતી . જેના અનુસંંધાનમાં ઔડાના એસ્ટેટ વિભાગ દ્વારા મંજૂરીની પ્રોસેસ ચાલી રહી હતી. જે અંતર્ગત સ્કૂલના પ્રિન્સિપાલ, વાલીઓની ઉપસ્થિતિમાં બીયુ પરમિશન અંગેનો પત્ર આપી દેવામાં આવ્યો છે. આ સાથે જ નવા શૈક્ષણિક સત્રથી ધોરણ 1થી 8 ચલાવવા માટેની મંજૂરી માટે પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીને અરજી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 10 વર્ષથી ડીપીએસ ઈસ્ટ સ્કૂલ બીયુ વિના ચાલી રહી હતી. ખેતીલાયક જમીન પર આ સ્કૂલ ઊભી કરી દેવામાં આવી હતી. નિત્યાનંદ આશ્રમનો વિવાદ ઊભો થતાં ઈસ્ટ સ્કૂલની પોલંપોલ ખૂલી હતી અને તેને બંધ કરાવવામાં આવી હતી. બીજી તરફ વાલીઓએ પણ તાજેતરમાં ડીપીએસ ઈસ્ટ સ્કૂલના સંચાલકો સહિત ટ્રસ્ટીઓ સામે હાઇકોર્ટમાં સિવિલ કેસ દાખલ કર્યો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2U2NYcW
Comments
Post a Comment