
PMને ગોળી મારવાની વાતો થાય છે : શાહ
શાહીન બાગમાં ભારત માતાના, બાબાસાહેબ આંબેડકરના ફોટા નીચે, ભારતના ભાગલાની નવી સ્ટ્રેટેજી શરૂ થઇ છે. જે સ્ટેજ પર ભારતના ભાગલા કરવાની વાત થાય છે, જે સ્ટેજ પર વડાપ્રધાન અને ગૃહમંત્રીને ગોળી મારવાની પણ વાત કરાઈ હોવાની રજૂઆત અમિત શાહે કરી હતી.
ભાજપે CAAનું સમર્થન કરતાં મ્યુનિ. બોર્ડ 12 મિનિટમાં પૂરું
મ્યુનિસિપલ બોર્ડ બેઠકમાં ભાજપના કોર્પોરેટરો સીએએના સમર્થનમાં બેનર લઈને આવતાં સામ સામે ભારે સૂત્રોચ્ચાર થયા હતા, ત્યારબાદ કોંગી કોર્પોરેટરોએ પ્લેકાર્ડ ઝૂંટવી લઈ ફાડી નાખ્યા હતા.
પોલીસ જાપ્તા હેઠળ શહેઝાદની બોર્ડમાં હાજરી
શાહઆલમ તોફાન કેસમાં જેલમાં રહેલા શહેઝાદખાન પઠાણને મ્યુનિ. બોર્ડમાં હાજરી આપવા માટે 5 કલાકના જામીન મળ્યા હતા. પોલીસ જાપ્તા હેઠળ આવેલા શહેઝાદખાન બોર્ડમાં આવ્યા બાદ પોલીસ પણ સાથે રહેતા મેયરે પોલીસને બોર્ડની ગરિમા જાળવી બહાર જવા સૂચના આપી હતી.
આક્ષેપો ખોટા છે: ઇમરાન ખેડાવાલા
ભાજપાના નેતાના આક્ષેપ બાદ ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, હું શાહીન બાગ ખાતે સ્ટેજ પર જઇને કોઇ પણ દેશ વિરોધી શબ્દ બોલ્યો નથી અને જો કોઈ આ બાબત સાબિત કરી આપે તો હું જાહેર જીવન છોડી દેવા પણ તૈયાર છું.મારી સામે ખોટાં આક્ષેપો કરાયા છે. મારી રજૂઆત નહીં સાંભળી લોકશાહીનું ખુન કરાયું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/37EKAcc
Comments
Post a Comment