પ્રેક્ટિકલ એક્ઝામમાં ગેરહાજર વિદ્યાર્થીને વધુ એક તક અપાશે


14 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષામાં કોઈ અત્યંત જરૂરી આકસ્મિક કારણોને લીધે ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓ ફરી પ્રેક્ટિકલ પરીક્ષા આપી શકશે. પરંતુ પોતાને ફાળવેલા પરીક્ષા કેન્દ્રમાં જ્યાં સુધી પ્રેક્ટિકલ પરીક્ષા ચાલશે ત્યાં સુધી વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે.

જો પોતાના સેન્ટરની પ્રેક્ટિકલ પરીક્ષા પૂરી થઈ હોય અને અન્ય નજીકના સેન્ટરોમાં ચાલતી હોય તો ડીઇઓની મંજૂરીથી અન્ય કેન્દ્રો પરથી વિદ્યાર્થી પ્રેક્ટિકલ પરીક્ષા આપી શકશે. વિદ્યાર્થીને પ્રેક્ટિકલ પરીક્ષા કોઇ આકસ્મિક કારણોને લીધે ગુમાવવી ન પડે તે માટે બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો છે. બોર્ડના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જો વિદ્યાર્થી પ્રેક્ટિકલ પરીક્ષામાં ગેરહાજર રહે તો તેને બીજીવાર પરીક્ષા આપવાની તક અપાશે.

વિદ્યાર્થીને જે સેન્ટર ફાળવાયું હશે તે સેન્ટરમાં જ્યાં સુધી પ્રેક્ટિકલ પરીક્ષા ચાલતી હશે ત્યાં પ્રેક્ટિકલ પરીક્ષા આપી શકશે. પરંતુ જો એ સેન્ટર પર પ્રેક્ટિકલ પરીક્ષા પૂરી થઈ હશે તો નજીકના અન્ય સેન્ટર પર ડીઇઓની મંજૂરીથી પરીક્ષા આપી શકશે. પરંતુ આ સમગ્ર પ્રક્રિયામાં વિદ્યાર્થીના ગેરહાજર રહેવાનું યોગ્ય કારણ સ્થળ સંચાલકને આપવું પડશે.

છેલ્લી તારીખ સુધીમાં પરીક્ષા આપવી પડશે

12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે બોર્ડનો નિર્ણય



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2tgs6Qb

Comments