સહકારી ક્ષેત્રે યુવાનો કારકિર્દી ઘડી શકે: સહકાર મંત્રી

એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

ગૂજરાત વિદ્યાપીઠમાં ગુજરાત રાજ્ય સહકારી સંઘ અમદાવાદ અને એનસીયુઆઈના સંયુક્ત ઉપક્રમે સહકારી ક્ષેત્રે યુવાનોનું કારકિર્દી ઘડતર વિષય પર સેમિનાર યોજાયો હતો, જેમાં રાજ્ય સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં 80 હજાર જેટલી વિવિધ સહકારી મંડળીઓની પ્રવૃત્તિ ચાલે છે, જેમાં 1.65 કરોડ લોકો જોડાયેલા છે. સહકારી અનેક યોજનાઓ છે, જેનો લાભ યુવાનોએ લેવો જોઈએ. રાજ્ય સહકારી સંઘના અધ્યક્ષ ઘનશ્યામ અમીને જણાવ્યું કે, સહકારી પ્રવૃત્તિ એ નાના, મધ્યમ અને જરૂરિયાતમંદો માટે કામ કરતી સમાજ સેવા પૂરી પાડતી આર્થિક પ્રવૃત્તિ છે. બીજા ક્ષેત્રોની માફક સહકાર ક્ષેત્રે પણ રોજગારી પૂરું પાડતી મહત્ત્વની સંસ્થા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2RCDy2a

Comments