દિલ્હી-જયપુર-ઉદયપુર અને અમદાવાદ રૂટ પર બુલેટ ટ્રેન

રેલવેએ હાઈસ્પીડ અને સેમી હાઈસ્પીડ રેલ કોરિડોર માટે છ રેલમાર્ગની ઓળખ કરી લીધી છે. આ છ કોરિડોરમાં દિલ્હી-જયપુર-ઉદયપુર-અમદાવાદ સહિત દિલ્હી-નોઈડા-આગ્રા-લખનઉ-વારાણસી પણ સામેલ છે. આ ઉપરાંત તેમાં મુંબઈ-નાસિક-નાગપુર, મુંબઈ-પૂણે-હૈદરાબાદ, ચેન્નઈ-બેંગલુરુ-મૈસુરુ, દિલ્હી-ચંદીગઢ-લુધિયાણા-જલંધર-અમૃતસરનો સમાવેશ થાય છે. રેલવે બોર્ડના અધ્યક્ષ વી. કે. યાદવે બુધવારે કહ્યું કે, ત્રણ

...અનુસંધાન પાના નં. 11



રેલમાર્ગ પર પ્રોજેક્ટ રિપોર્ટને એક વર્ષમાં પૂરા કરી દેવાશે.

રેલવે બોર્ડના અધ્યક્ષ યાદવે કહ્યું કે, 2024 સુધી રેલવેના 17 હજાર કિ.મી.ના ડબલ અને ત્રણ ટ્રેકનું કામ પૂરું થઈ જશે. ત્યાર પછી સમગ્ર રેલવે નેટવર્કની ટ્રેનો વીજળીથી ચાલશે. ભારતીય રેલવે પાસે કુલ 64 હજાર કિ.મી.ના રેલવે ટ્રેક છે, જેમાંથી 17 હજાર કિ.મી. સિંગલ ટ્રેક લાઈન છે. ડબલ રેલવે ટ્રેકથી રેલવે યાત્રાની ગતિ સુધરશે. દિલ્હી-મુંબઈ અને દિલ્હી-હાવડા રૂટના ટ્રેક અપગ્રેડ કરીને રેલવે ડિસેમ્બર 2024 સુધી 160 કિ.મી. પ્રતિ કલાકની ગતિનું લક્ષ્ય હાંસલ કરી લેશે. હાલ રેલવે રોજ 22 હજારથી વધુ ટ્રેનોનું સંચાલન કરે છે, જેમાં 9 હજાર માલગાડી અને 13 હજાર પેસેન્જર ટ્રેન છે.

કયાં ક્યાં બુલેટ ટ્રેન















Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2O9SQJv

Comments