વાદળાં દૂર થયા પછી બુધવારથી ફરી ઠંડીની વકી

પાકિસ્તાન અને જમ્મુ-કાશ્મીરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે અપરએર સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેની અસરોથી છેલ્લાં બે દિવસથી રાજ્યમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડકનો અનુભવ થાય છે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે આગામી બે દિવસ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદી છાંટાથી લઇ હળવા વરસાદની શક્યતા છે. જો કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ 29 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.

સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 30.3 અને લઘુતમ તાપમાન 13.7 ડિગ્રી નોંધાયું હતુુ્ં. આગામી બે દિવસ શહેરમાં અમદાવાદમાં તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહેશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/30XXory

Comments