રિપીટરોનું ફોર્મ ભરનારા પ્રિન્સિપાલની આજે હિયરિંગ

એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

ગાંધીનગરમાં શિક્ષણ બોર્ડ કચેરી ખાતે ધોરણ 10ના અન્ય સ્કૂલના રિપીટર વિદ્યાર્થીઓનું પોતાની સ્કૂલમાંથી ફોર્મ ભરનારા પ્રિન્સિપાલોનું ગુરુવારે હિયરિંગ રાખવામાં આવ્યું છે. આશરે 400 જેટલા પ્રિન્સિપાલોને હિયરિંગ માટે બોલાવવામાં આવ્યા છે.

શિક્ષણ બોર્ડના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ પ્રિન્સિપાલોને આ બાબતે પૂછપરછ કરીને નિયત ધારાધોરણ મુજબની કાર્યવાહી કરાશે. શિક્ષણ બોર્ડના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સવારે 10થી દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓની સ્કૂલોને પ્રિન્સિપાલોને આ હિયરિંગ અંતર્ગત અન્ય સ્કૂલોના રિપીટર વિદ્યાર્થીઓને પોતાની સ્કૂલમાંથી કેમ ફોર્મ ભરાવાયા? આ બાબતે પોતાનો પક્ષ રજૂ કરવા માટે કહેવાશે.

રિપીટર વિદ્યાર્થીઓએ જો સ્કૂલ બદલી હશે તો પણ તેણે અગાઉ રેગ્યુલર વિદ્યાર્થી તરીકે જે સ્કૂલમાંથી પરીક્ષા આપી હતી તે સ્કૂલમાંથી જ રિપીટર વિદ્યાર્થી તરીકે પરીક્ષાનંુ ફોર્મ ભરવાનું રહેશે તેવી સૂચના ડીઇઓએ તમામ સ્કૂલોને આપી હતી. શિક્ષણ બોર્ડના પધાધિકારીઓની ઉપસ્થિતિમાં આ પ્રિન્સિપાલોની પૂછપરછ કરવામાં આવશે અને ધારાધોરણ મુજબ કાર્યવાહી થશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/37HXCWk

Comments