ડ્રેનેજની લાઈન નાખતી વખતે ભેખડ ધસતાં બે મજૂરનાં મોત


મોટેરા સ્ટેડિયમને ડ્રેનેજનું પાણી આપવા માટે લાઈન નાખવાની કામગીરી વખતે ભેખડ ધસી પડતાં 15 ફૂટ નીચે દટાઈ જવાથી બે મજૂરનાં મોત નિપજ્યાં હતાં. દટાયેલા બન્ને મજૂરને ફાયરની ટીમે બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા હતા પરંતુ સારવાર પહેલા જ તેમના મોત થયા હતા.

સાબરમતીમાં મોટેરા સ્ટેડિયમની આસપાસની સોસાયટીઓમાંથી ડ્રેનેજનું પાણી મોટેરા સ્ટેડિયમમાં પહોંચાડવા માટેની કામગીરી ચાલતી હતી. ત્યારે અચાનક ભેખડ ધસી પડતાં બે મજૂર દટાઈ ગયાં હતાં. ફાયરબ્રિગેડ અને 108ની ટીમે બન્ને મજૂરને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં બન્નેનું સારવાર અપાય તે પહેલા જ મોત નિપજ્યું હતું. બન્ને મજૂર મનસુખ ડાભી(25) અને ગૌતમ નીનામા (41)મૂળ દાહોદના વતની અને હાલ અમદાવાદમાં રહીને મજૂરી કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. મોટેરા સ્ટેડિયમમાં ડ્રેનેજનું પાણી રિસાઈકલ કરી તેનો ઉપયોગ ગાર્ડન સહિતના વિસ્તારમાં કરવા આયોજન હતું.

મ્યુનિ.એ કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવી

મોટેરામાં ગટરલાઈન નાખવા માટેનો કોન્ટ્રાક્ટ માઈલસ્ટોન કન્સ્ટ્રક્શન નામની કંપનીને આપવામાં આવ્યો છે, જે કંપની દ્વારા 300 એમએમની પાઈપો ગોઠવવા માટે ખાડા ખોદવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન થયેલા અકસ્માત મામલે મ્યુનિ.એ કોન્ટ્રક્ટરને નોટીસ પાઠવીને આ દુર્ઘટના મામલે ખુલાસો માગ્યો હતો.

સલામતી વગર કામગીરીનો આરોપ

ડ્રેનેજ લાઈનની કામગીરી દરમિયાન 2 મજૂરના મોતની દુર્ઘટના બાદ તાત્કાલિક અસરથી ડ્રેનેજ લાઈનનું કામકાજ બંધ કરી દેવામાં આવ્યું હતું. ડ્રેનેજ લાઈનની ખોદકામની કામગીરી કરતાં મજુરોની સલામતી માટે પૂરતી વ્યવસ્થા કરવામાં ન આવી હોવાનું સ્થળ પર હાજર આસપાસના કેટલાક રહેવાસીઓએ જણાવ્યું હતું.

15 ફૂટ ઊંડા ખાડામાં દટાયેલા મજૂરોને 20 મિનિટમાં બહાર કઢાયા

રિસાઇકલ કરી પાણી ગાર્ડનમાં વાપરવાના હતા

મોટેર સ્ટેડિયમને આસપાસના વિસ્તારમાંથી ડ્રેનેજનું પાણી આપવા માટે ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક ભેખડ ધસી પડી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - two laborers die in collision while laying drainage line 055015


from Divya Bhaskar https://ift.tt/38YhKUp

Comments