અમદાવાદમાં ‘સ્પીક ફોર ઇન્ડિયા’ની ડિબેટ યોજાઈ

‘દિવ્ય ભાસ્કર’ અને ફેડરલ બેંકના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં જમાલપુરની એફડી ગર્લ્સ કોલેજમાં અને ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી ખાતે યુવાનો માટે દેશની સૌથી મોટી ડિબેટ કોમ્પિટિશન ‘સ્પીક ફોર ઇન્ડિયા’ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં અમદાવાદમાં 5492 યુવાનોએ રજિસ્ટ્રેશન કર્યું છે. જ્યારે ગાંધીનગરમાં 2175 યુવકોનું રજિસ્ટ્રેશન થયું છે. ડિબેટમાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી ભાષામાં વિચારો રજૂ કરી શકાશે.

ઇનામ પણ અપાશે: સ્પર્ધા માટે જિલ્લા કક્ષાએ, ઝોનલ, સેમી ફાઇનલ અને અંતે ફાઇનલ રાઉન્ડમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારાને વિજેતા જાહેર કરાશે. પ્રથમ આવનારને 1.50 લાખની કેશ પ્રાઇઝ, 50 હજારની સ્કોલરશિપ અને 25 હજાર કોલેજ રિવોર્ડ મળશે. રનરઅપને 1 લાખ કેશ પ્રાઇઝ અને 20 હજાર કોલેજ રિવોર્ડ અપાશે. પોપ્યુલર ચોઇસ વિજેતાને 50 હજારની કેશ પ્રાઇઝ અપાશે, જ્યારે 6 વિદ્યાર્થીને કોન્સોલેશન પ્રાઇઝ તરીકે 25 હજાર કેશ પ્રાઇઝ અપાશે.

ડિબેટ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા

અમદાવાદની એફડી ગર્લ્સ કોલેજ, ગાંધીનગરની સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિ.માં ‘સ્પીક ફોર ઇન્ડિયા’ ડિબેટ યોજાઈ હતી.

યુવાનોને તેમના અભિપ્રાયો વ્યક્ત કરવા દેવા શા માટે જરૂરી છે?

યુવાનો બળવાન અને આશાવાદી તેમજ આવતીકાલના નેતાઓ છે. તેઓ સામાજિક સુધારણા અને સમાજમાં બદલાવ લાવવાની ક્ષમતા ધરાવે છે. આ પ્રકારની લાક્ષણિકતા ધરાવતા ગુજરાતના યુવાનોને સાંકળીને ફેડરલ બેન્કના સહયોગથી ‘દિવ્ય ભાસ્કર’એ સ્પીક ફોર ઈન્ડિયા કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં યુવાનો સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક તેમ જ રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા વિષયો પર પોતાના વિચારો પ્રગટ કરી શકે છે.

ગુજરાતમાંથી SFI માટે કેટલા વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ થયા છે ?

ગુજરાતમાંથી 38,865 વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ થયા છે.

કંઈ ભાષામાં વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે ?

ગુજરાતી, હિન્દી, અંગ્રેજી

સ્પર્ધા માટે મૂલ્યાંકનના તબક્કાઓ કયા કયા છે?

સ્પર્ધા માટે જિલ્લા કક્ષાએ, ઝોનલ , સેમી ફાઈનલ અને અંતે ફાઈનલ રાઉન્ડ માટે મૂલ્યાંકન કરવામાં આવશે. વિજેતાઓને રૂ. 5 લાખનું ઈનામ પણ આપવામાં આવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - speak for india debate held in ahmedabad 055043
Ahmedabad News - speak for india debate held in ahmedabad 055043
Ahmedabad News - speak for india debate held in ahmedabad 055043


from Divya Bhaskar https://ift.tt/2RB6nvQ

Comments