આઈસોલેશન વોર્ડ શરૂ કરવા મ્યુનિ. હોસ્પિટલોને આદેશ

અમદાવાદ |ચીનમાં પ્રસરેલા કોરાના વાઈરસે ઊભા કરેલા જોખમને જોતાં કેન્દ્ર-રાજ્ય સરકારે અેલર્ટ જારી કરી મ્યુનિ. હોસ્પિટલોને 5 બેડનો આઇસોલેશન વોર્ડ શરૂ કરવાના આદેશ આપ્યા છે. કોરોના વાઈરસના લક્ષણો સ્વાઈન ફ્લૂને મળતા આવતા હોવાથી સરકારે તકેદારીના ભાગરૂપે હોસ્પિટલોને આ સૂચના આપી છે.

શરદી અને ખાંસીના દર્દીનું 28 દિવસ સુધી ફોલોઅપ લેવા સૂચના

ચીનમાં ફેલાયેલો કોરોના વાઈરસ સ્વાઇન ફલૂ જેવા લક્ષણો ધરાવતો હોવાથી કોઈ કેસ નોંધાવાની શક્યતાને ધ્યાને રાખી સરકારે 5 બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર રાખવાનો આદેશ આપ્યો છે. તકેદારીના પગલાંરૂપે શહેરની દરેક હોસ્પિટલને શરદી તેમજ ખાંસીના દર્દીઓનું સતત 28 દિવસ સુધી ફોલોઅપ લેવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

દરમિયાન એરપોર્ટ સત્તાવાળાઓને પણ ચીન ઉપરાંત બેંગકોક, સિંગાપોર જેવા દક્ષિણ પૂર્વ એશિયાના શહેરોમાંથી આવતાં પેસેન્જરનું મોનિટરિંગ કરવાની સૂચના આપવામાં આવી છે. હજુ સુધી અમદાવાદમાં એકપણ શંકાસ્પદ જોવા મળ્યો નથી.

ગળામાં દુખાવો, ઉધરસ, શ્વાસની તકલીફ લક્ષણો

કોરોના વાઇરસનો ચેપ હોય તો નાકમાંથી પાણી પડવું, ગળામાં દુખવું, નાક બંધ થઇ જવું, તાવ આવવો, ઉધરસ થવી જેવા પ્રાથમિક લક્ષણો દેખાય છે. ગંભીર સ્ટેજમાં શ્વાસ લેવામાં તકલીફ પડવી તથા ન્યુમોનિયા થવો તે પણ કોરોના વાઈરસનું લક્ષણ બતાવે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/37Bl5Z6

Comments