દરિયાપુર, જુહાપુરા અને ત્રણ દરવાજા સહિતના વિસ્તારોમાં દુકાનદારોથી માંડી નાના વેપારીઓ કામકાજથી અળગા રહ્યા

સીએએ, એનસીઆરના કાયદાના વિરોધમાં દેશના વિવિધ સામાજિક સંગઠનો દ્વારા બુધવારે આપવામાં આવેલા ભારત બંધના સર્મથનમાં અમદાવાદના બહુમતી ધરાવતા મુસ્લિમ વિસ્તારોમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યું હતું જ્યારે અન્ય સ્થળોએ બંધની અસર જોવા મળી નહોતી. જોકે બંધ દરમિયાન શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી.

સીએએ અને એનસીઆરના વિરોધમાં અપાયેલા ભારત બંધને અમદાવાદના વિવિધ સંગઠનો અને વેપારી મંડળોએ સમર્થન આપી પોતાના રોજગાર ધંધા બંધ રાખવાનો ઠરાવ કર્યો હતો. શહેરના દરિયાપુર, કાલુપુર, શાહપુર, દિલ્હી દરવાજા, મિરઝાપુર, જમાલપુર, પાનકોરનાકા, જુહાપુરા, વટવા, નારોલ દાણીલીમડા શાહઆલમ વગેરે વિસ્તારોમાં સવારથી જ વેપારીઓએ દુકાનો બંધ રાખી ભારત બંધને સર્મથન આપ્યું હતું.

જુહાપુરામાં બેનર સાથે વિરોધ પ્રદર્શન

જુહાપુરામાં ‘નો એનસીઆર’, ‘નો સીએએ’ના બેનર સાથે પ્રદર્શન.

રેપિડ એક્શન ફોર્સ તહેનાત કરાઈ હતી

બંધ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં સ્થાનિક પોલીસ ઉપરાંત રેપિડ એકશન ફોર્સના જવાનોની ટુકડીઓ તહેનાત કરવામાં આવી હતી. પોલીસે તકેદારીના ભાગરૂપે ફૂટ પેટ્રોલિંગ અને વાહનોનું પેટ્રોલિંગ કર્યું હતું.

બાપુનગરમાં મહિલાઓએ વિરોધ કર્યો

બાપુનગર મોરારજી ચોકમાં બુધવારે સીએએસનો વિરોધ દર્શાવતાં બેનરો હાથમાં રાખી પ્રદર્શન કરવા મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ હતી. મહિલાઓનાં પ્રદર્શનની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર ખડકી દેવામાં આવ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - shoppers ranging from shoppers to small businessmen were reluctant to operate in areas including daripur juhapura and three gates 055128


from Divya Bhaskar https://ift.tt/313L9d0

Comments