રૂપાણીના પેટમાં વાત ના ટકી, દિલ્હીમાં કહ્યું- ટ્રમ્પ અમદાવાદ આવે છે

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કરવા ગયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક જાહેરસભામાં કહી દીધું કે આવતા મહિને ટ્રમ્પ અમદાવાદ આવી રહ્યા છે. પરંતુ સભા પૂરી થયા બાદ માધ્યમોએ તેમની પાસે ટ્રમ્પના કાર્યક્રમની વધુ વિગતો માગી તો તેમણે કંઇ પણ કહેવાનું ટાળી દીધું. દિલ્હીની સદરબજાર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર માટે યોજાયેલી જાહેરસભામાં રૂપાણીએ ત્યાંના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર શાબ્દિક હુમલો કરતા કહ્યું કે કેજરીવાલ સરકારે યમુના નદીની દરકાર કરી નથી અને આ પવિત્ર નદી ખરાબ થઇ ગઇ છે. જ્યારે ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે સાબરમતીની કાયાપલટ કરી નાખી. સાબરમતી રિવરફ્રન્ટનો નજારો જોવા માટે ચીનના પ્રમુખ શી જિનપિંગ, જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને ઇઝરાઇલી પ્રમુખ બેન્જામિન નેતાન્યાહુ જેવા આંતરરાષ્ટ્રીય નેતાઓ આવી ગયા છે, અને હવે આવતા મહિને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ અમદાવાદ આવી રહ્યા છે.

જાહેરસભામાં બોલાયેલા આ વાક્યોથી રૂપાણીને તાળીઓના ગડગડાટના પ્રતિસાદથી વધાવી લેવાયા. જો કે સભાના મંચ પરથી ઉતર્યા બાદ રૂપાણીને સ્થાનિક માધ્યમોએ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત અંગે વધુ વિગતો પૂછી હતી પરંતુ તેમણે તે પ્રશ્નોના જવાબ આપવાનું ટાળ્યું હતું. ત્યારબાદ રૂપાણીએ મોડલ ટાઉન વિસ્તારમાં એક બીજી સભા સંબોધી પણ ત્યાં આ મુજબનું નિવેદન આપ્યું ન હતું.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરીની 24 તારીખે અમદાવાદ આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મોટેરા સ્ટેડિયમમાં કેમ છો ટ્રમ્પ નામના એક સમારોહમાં હાજર રહેશે અને ત્યાં હાજર લોકો સાથે સંવાદ કરશે તેવું આયોજન તૈયારી હેઠળ છે. ભારત સરકાર અને ગુજરાત સરકારે મોટેરા સ્ટેડિયમના નવીનીકરણ બાદ યોજાનારી આ પહેલી ઇવેન્ટના આયોજન માટેની તૈયારી ક્યારનીય શરૂ કરી દીધી છે. જો કે હજુ સુધી ટ્રમ્પના કાર્યાલય તરફથી અમદાવાદની આ ઇવેન્ટમાં હાજરી

...અનુસંધાન પાના નં. 11



અંગે કોઇ કન્ફર્મેશન આપવામાં આવ્યું નથી.

એકલાખ લોકો એક સાથે બેસી શકે તેવી સુવિધાથી સજ્જ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમનું નવીનીકરણ કરાયા બાદ તેના ઉદ્ઘાટન સમાન આ પહેલી ઇવેન્ટ અહીં યોજાય તેવી ગણતરી સરકારની છે. પરંતુુ કેન્દ્ર સરકાર તરફથી આની કોઇ સત્તાવાર જાહેરાત પણ કરાઇ નથી. આ આખીય બાબત હાલ ખૂબ ખાનગી સ્તરે ચાલી રહી હોવાનું ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારી જણાવે છે.

રૂપાણીના નિવેદનને વધાવાયું પછી ફેરવી તોળ્યું

જાહેરસભામાં બોલાયેલા આ વાક્યોથી રૂપાણીને તાળીઓના ગડગડાટના પ્રતિસાદથી વધાવી લેવાયા. જો કે સભાના મંચ પરથી ઉતર્યા બાદ રૂપાણીને સ્થાનિક માધ્યમોએ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત અંગે વધુ વિગતો પૂછી હતી પરંતુ તેમણે તે પ્રશ્નોના જવાબ આપવાનું ટાળ્યું હતું. ત્યારબાદ રૂપાણીએ મોડલ ટાઉન વિસ્તારમાં એક બીજી સભા સંબોધી પણ ત્યાં આ મુજબનું નિવેદન આપ્યું ન હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - avoid talking in the belly of rupani saying in delhi trump is coming to ahmedabad 055049


from Divya Bhaskar https://ift.tt/2tSoTa5

Comments