BRTS લેનમાં ઘૂસી કારે સ્વિંગ ગેટ તોડી નાખ્યો, રૂ.1.80 લાખ દંડ થશે

રાયખડમાં સવારે પૂરઝડપે કાર ચલાવી બીઆરટીએસ ટ્રેકમાં ઘૂસી જઇ સ્વિંગ ગેટ તોડી નાખનાર સામે મ્યુનિ.એ પોલીસ ફરિયાદ નોંધાવી છે. કારચાલકે 1.80 લાખનો ગેટ તોડી નાંખતા તેને પૈસા ભરવા કહેવાયું પણ તેણે ઇન્કાર કરતા જાહેર મિલકતને નુકસાન કરવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ખમાસા ચાર રસ્તા પાસે નરોડામાં રહેતો મહેન્દ્ર વેકરિયા નામનો કારચાલક પૂરઝડપે બીઆરટીએસ કોરિડોરમાં રોંગ સાઈડે ઘૂસી ગયો હતો અને આરએફઆઈડી સ્વિંગ ગેટને ટક્કર મારતાં તે તૂટી ગયો હતો.

બીઆરટીએસ કર્મચારીઓએ નુકસાન પેટે 1.80 લાખ માગતાં કારચાલકે રકમ ભરવા ઈન્કાર કર્યો હતો. આખરે તેની સામે ઇ-ટ્રાફિક પોલીસ સ્ટેશન, ગાયકવાડ હવેલીમાં ફરિયાદ કરાઈ હતી. તેની સામે જાહેર સંપત્તિને નુકસાન કરવાની ફરિયાદ નોંધી ધરપકડ કરવામાં આવી હતી તેમજ તેની કાર પણ જપ્ત કરાઈ હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - the car that entered the brts lane broke the swing gate a fine of rs180 lakh 055104


from Divya Bhaskar https://ift.tt/37EOZfa

Comments