સ્કૂલના વાલીઓની DEOમાં ફરિયાદ- ‘DPS ઈસ્ટ બીયુ પરમિશન મુદ્દે વાલીઓને ગેરમાર્ગે દોરે છે’પ્રિન્સિપાલે મંજૂરી મળ્યાનો મેસેજ કરતાં વિવાદ

અમદાવાદ: DPS ઇસ્ટના વાલીઓએ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં ફરિયાદ કરી છે કે સ્કૂલના પ્રિન્સિપાલ સ્કૂલના બીયુ પરમિશન મુદ્દે વાલીઓને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. ડીઇઓએ પ્રિન્સિપાલનો ખુલાસો પૂછીને સૂચના આપી છે કે જો સ્કૂલને બીયુ પરમિશન મળી હોય તો કચેરીમાં જમા કરાવો.
વાલીઓની ફરિયાદ છે કે સ્કૂલના પ્રિન્સિપાલ હિતેશ પુરીએ શિક્ષકોના ગ્રૂપમાં સ્કૂલને બીયુ પરમિશન મળી ગયાનો મેસેજ કરીને અભિનંદન આપ્યા હતા. સોશિયલ મીડિયાના માધ્યમથી તે મેસેજ વાલીઓ સુધી પહોંચ્યો. બીયુ મુદ્દે અમે ઔડામાં પણ પૂછપરછ કરી પરંતુ ઔડામાંથી સ્કૂલને કોઇ બીયુ પરમિશન આપી ન હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત નવી સ્કૂલની મંજૂરીના દસ્તાવેજો વિશે પણ સ્કૂલ ગેરમાર્ગે દોરતી હોવાનો વાલીઓનો આક્ષેપ છે.
બીયુની પ્રક્રિયા ચાલુ છે તેવું કહ્યું
વાલીઓની ચિંતાને ધ્યાને લઇને મેં જણાવ્યું હતું કે સ્કૂલે ધો.1થી 8 માટેની મંજૂરી માટે અરજી કરી છે. સાથે જ બિલ્ડિંગના બીયુ પરમિથન માટેની પ્રક્રિયા પણ શરૂ છે.- હિતેશ પુરી, પ્રિન્સિપાલ, ડીપીએસ- ઇસ્ટ

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
DPS ઈસ્ટની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2RK8n4Y

Comments