ડીપીએસ - ઇસ્ટના 369 વાલીઓએ હાઇકોર્ટમાં સિવિલ એપ્લિકેશન દાખલ કરી છે. જેમાં તેઓએ સ્કૂલ બંધ થવાના સંજોગોમાં બાળકોની શિક્ષણ પર થતી માઠી અસરો અંગે કોર્ટ સમક્ષ રજુઆત કરી છે. વાલીઓ તરફથી એવી દલીલ કરાઇ છે કે સ્કૂલે ઔડાના નિયમનું પાલન કર્યું છે. બીયુ પરમિશન લેવામાં થોડોક વિલંબ થવાના કારણે સ્કૂલ બંધ કરી દેવાનો નિર્ણય અયોગ્ય છે.
કાયદાની જોગવાઇ પ્રમાણે સ્કૂલ સંચાલકો સામે દીવાની અથવા ફોજદારી રાહે પગલાં લેવા માટે દાદ માંગી છે. આ ઉપરાંત સરકારે સ્કૂલને બંધ કરવાનો નિર્ણય લીધો છે તેના પર પણ સ્ટે આપવાની માંગ કરી છે.
વાલી મંડળના જણાવ્યા પ્રમાણે, વારંવાર સરકાર અને સ્કૂલ સંચાલકોને અરજી કરવા છતા આવનારા વર્ષનો યોગ્ય નિવેડો ન આવતા અંગે અમે હાઇકોર્ટમાં સિવિલ અરજી કરી છે. જેમાં અમે 10ને પાર્ટી બનાવ્યા છે.
અમે અરજી કરી છે કે આરટીઇના નિયમ પ્રમાણે સરકાર સ્કૂલ બંધ ન કરી શકે અને જો સ્કૂલ બંધ થાય છે તો બાળકોને બીજી સ્કૂલમાં એડમિશન આપવાની જવાબદારી પણ સરકારની બને છે.
10ને પક્ષકાર બનાવાયા


















Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2TYyqXD
Comments
Post a Comment