GPSCનું વાર્ષિક કેલેન્ડર 31મીએ જાહેર થશે

એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

જીપીએસસી 31મી જાન્યુઆરીએ વર્ષ-2020 દરમિયાન જાહેર થનારી ભરતીઓ અંગેનું કેલેન્ડર જાહેર કરશે, જેમાં ક્લાસ-1, 2થી લઈને ક્લાસ-3 સુધીની ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરાશે. જીપીએસસીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સરકારના વિવિધ વિભાગોના માગણીપત્રક પ્રમાણે ખાલી જગ્યાઓની સંખ્યા જાહેર કરવામાં આવશે. આ વર્ષે ક્લાસ-1, 2 માટે 250 જેટલી ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર થઈ શકે છે. જીપીએસસી દ્વારા ઉમેદવારોના હિત માટે સમગ્ર વર્ષ દરમિયાન થનારી ભરતીનું કેલેન્ડર અગાઉથી જ જાહેર કરવામાં આવે છે, જેથી ઉમેદવારો તે પરીક્ષાની તારીખ પ્રમાણે પોતાની તૈયારી કરી શકે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/36yVfni

Comments