કોમોડિટી ઈન્ડેક્સ ફ્યુચર્સ પર GST નહિં, CTT લાગશે

કોમોડિટી રિપોર્ટર | અમદાવાદ

દેશના અગ્રણી કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ દ્વારા અમદાવાદ ખાતે શનિવાર, તા.25 જાન્યુઆરીના રોજ મીડિયાના પ્રતિનિધિઓ માટે કોમોડિટી ઈન્ડેક્સ પર એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

આ સેમિનારમાં એક્સચેન્જના પ્રતિનિધિએ કોમોડિટી ઈન્ડાઈસીસ વિશે વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, સેબીની મંજૂરી પ્રાપ્ત થયા પછી કોમોડિટીમાં બુલિયન ઈન્ડેક્સ ફ્યૂચર્સ અને ત્યારબાદ મેટલ ઈન્ડેક્સ ફ્યૂચર્સમાં કામકાજનો પ્રારંભ થશે. પોઝિશન મર્યાદા ગ્રાહક સ્તરે 1,000 લોટ્સ અથવા બજારવાર ઓપન પોઝિશનના પાંચ ટકા એ બંનેમાંથી જે વધુ હશે તે અને સભ્ય સ્તરે 10,000 લોટ્સ અથવા બજારવાર ઓપન પોઝિશનના 15 ટકા એ બંનેમાં જે વધુ હશે તે રાખવામાં આવશે. આમાં ડિવોલ્વમેન્ટ માર્જિન, ડિલિવરી માર્જિન અને ટેન્ડરના ગાળાનું માર્જિન નહીં હોય. પ્રારંભિક રીતે આના પર ટ્રાન્ઝેક્શન ફી લાગુ નહીં હોય અને એટલા માટે તેના પર જીએસટી પણ ચૂકવવો નહીં પડે. માત્ર સીટીટી અને સ્ટેમ્પ ડ્યૂટી લાગુ પડશે. સિંગલ કોમોડિટી ઈન્ડેક્સ જેમ કે ગોલ્ડ અને સિલ્વર હશે, તેના આધાર પર સેક્ટોરિયલ ઈન્ડેક્સ હશે જેમાં બુલિયન અને મેટલનો સમાવેશ થાય છે અને તેના આધાર પર ત્રીજો ઈન્ડેક્સ કમ્પોઝિટ ઈન્ડેક્સ હશે. આમાં સિંગલ કોમોડિટી ઈન્ડેક્સ અને કમ્પોઝિટ ઈન્ડેક્સ ખાલી ડિસેમિનેશન માટે જ રહેશે, જ્યારે બુલિયન અને મેટલના ઈન્ડેક્સ ફ્યૂચર્સ કામકાજ માટે ઉપલબ્ધ બનશે. બુલિયન અને મેટલ બંને સેક્ટોરિયલ ઈન્ડેક્સ ફ્યૂચર્સની લોટ સાઈઝ 50ની રહેશે, જ્યારે ટિકસાઈઝ 1 રૂપિયાની રહેશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/313Zdn2

Comments