GUના કોન્વોકેશનમાં 45 હજાર ‌વિદ્યાર્થીઓને પદવી અપાશે

આજે ગુજરાત યુનિવર્સિટીનો 68મો કોન્વોકેશન યુનિવર્સિટી સેનેટ હૉલ ખાતે 11.30 કલાકે યોજવામાં આવશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે સાયન્ટિસ્ટ અને ડીપાર્ટમેન્ટ ઓફ ડીફેન્સ આર એન્ડ ડી ચેરમેન અને સેક્રેટરી સતીશ હાજર રહેશે. આ દરમિયાન તેઓ વિદ્યાર્થીઓને સંબોધિત કરશે. આ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, આઈએએસ અનુજ શર્મા પણ હાજર રહેશે. આ દરમિયાન ડીગ્રી, ડીપ્લોમા, પીએચડી, એમફીલના વિદ્યાર્થીઓને પદવી તેમજ મેડલ આપવામાં આવશે.

ગુજરાત યુનિવર્સિટીના 68માં કોન્વોકેશનમાં 45, 294 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે. જેમાં વાણિજ્ય વિદ્યાશાખાના સૌથી વધુ 23,765, વિનયન વિદ્યાશાખાના 8,600, વિજ્ઞાન વિદ્યાશાખાના 5,951, તબીબી વિદ્યાશાખાના 1,740, શિક્ષણ વિદ્યાશાખાના 2,948 સહીતના વિદ્યાર્થીઓને પદવી એનાયત થશે. ઈજનેરી વિદ્યાશાખાના 232 દંત વિજ્ઞાન વિદ્યાશાખા 520, ફાર્મસી વિદ્યાશાખા 1, કાયદા વિદ્યાશાખા 1537 પદવી અપાશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/312lNMv

Comments