LRD ભરતીમાં ન્યાય નહીં મળે તો 5મીએ આંદોલનની ચીમકી

રાજ્ય સરકારના 1 ઓગસ્ટ, 2018ના પરિપત્રના કારણે ઓબીસી, એસસી અને એસટી સમાજની મહિલાઓને એલઆરડી (લોકરક્ષક દળ)ની ભરતીમાં અન્યાય થતો હોવાનું કહી કોંગ્રેસના એસટી, એસસી અને ઓબીસી સેલે રાજ્યભરમાં ધરણા અને દેખાવ કર્યા હતા. આ સાથે કલેકટરને આવેદનપત્ર અપાયું હતું.

જનઅધિકાર મંચે આ બાબતે 5મી ફેબ્રુઆરી સુધીમાં ઉકેલ નહીં આવે તો રાજ્યભરમાં આદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે. રાજ્ય સરકાર દ્વારા એલઆરડીની ભરતીમાં ઓબીસી, એસસી અને એસટીની ઉચ્ચ મેરિટવાળી મહિલાઓ ઓપન કેટેગરીના મેરિટમાં આવી જતી હોય તો તેમને ઓપન કેટેગરીની ગણાતી નથી.

તા. 1 ઓગસ્ટ, 2018ના પરિપત્રથી એવી જોગવાઇ થઇ છે કે,સુપ્રીમ કોર્ટના ઇન્દ્રા સહાની તેમજ બીજા અનેક કેસના નિર્ણયો મુજબ ભરતી વખતે વધારે માર્ક્સ વાળા ઓબીસી ,એસસી, અને એસટીના ઉમેદવારો જનરલ મેરિટમાં આવી જતા હોય તો તેઓ ઓપન કેટેગરીમાં ગણવામાં આવે છે,પણ લોકરક્ષક ભરતીમાં ઓબીસી, એસસી અને એસટી ની મહિલાઓની બાબતમાં આવું થયું નથી. આથી ઓબીસી,એસસી અને એસટી સમાજની મહિલાઓ આંદોલનના માર્ગે છે.

પરિપત્રના ઉકેલ માટે જનઅધિકાર મંચની માગ

રાજ્ય સરકારના તા. 1 ઓગસ્ટ,2018ના પરિપત્રને કારણે એલઆરડી ભરતીમાં અન્યાય થાય છે અને આ પરિપત્ર રદ કરવાની માગ સાથે ઓબીસી, એસટી અને એસસી સમાજ આંદોલન કરી રહ્યું છે. જનઅધિકાર મંચના પ્રવિણ રામે બુધવારે અમદાવાદમાં એવી માગ કરી હતી કે, રાજ્ય સરકાર આગામી 5મી ફેબ્રુઆરી સુધીમાં આ પરિપત્રને લઈને કોઈ ઉકેલ લાવવો જોઇએ. અને સરકાર જો ઉકેલ નહીં લાવે તો જનઅધિકાર મંચ રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/38Qs68J

Comments