NSUI કાર્યકરે લાઇબ્રેરિયનને પ્રેમમાં ફસાવી દુષ્કર્મ આચર્યું

અમદાવાદ | એનએસયુઆઈના કાર્યકરે લાઈબ્રેરિયન મહિલાને પ્રેમજાળમાં ફસાવી લાઈબ્રેરી, સ્ટોર રૂમ તેમજ યુનિ. બોયઝ હોસ્ટેલના રૂમમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો. તેના બીભત્સ ફોટા પતિને બતાવી તેને ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

લાઇબ્રેરીના સ્ટોર રૂમ, હોસ્ટેલ સહિતના સ્થળે અવારનવાર દુષ્કર્મ કર્યું, વાડજ પોલીસમાં ફરિયાદ

સેટેલાઈટમાં રહેતા લાઇબ્રેરિયન મોનાબહેન(42)(નામ બદલેલ છે) ઓક્ટોબર 2019માં બી.કોમ.સેમિસ્ટર-3ની પરીક્ષામાં તેઓ સુપરવાઈઝર હોવાથી તેમની મુલાકાત જીએલએલ કોલેજમાં ભણતા પરીક્ષાર્થી ગોપાલ મહિડા(એનએસયુઆઈ કાર્યકર) સાથે થઇ હતી. પરીક્ષા બાદ બંને અવાર નવાર મળતા હોવાથી તેમની વચ્ચે મિત્રતા થઇ હતી. થોડા સમય બાદ ગોપાલે મોના સમક્ષ પ્રેમ અને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે મોનાએ ના પાડી હોવા છતાં એક દિવસ લાઈબ્રેરીમાં કોઇ ન હતું ત્યારે ગોપાલ આવ્યો હતો અને મોનાને લાઈબ્રેરીની બાજુના સ્ટોર રૂમમાં લઇ જઇ તેની સાથે શરીર સુખ માણ્યું હતું. ગોપાલ મોનાબહેનને રાતના સમયે ગુજરાત યુનિ. બોયઝ હોસ્ટેલના રૂમમાં લઇ જઇ પણ શરીર સુખ માણ્યું હતું. બંનેના અંગત પળના ફોટા તેમનાં પતિને બતાવીને તેને ધમકી આપતો હતો. અંતે કંટાળીને મોનાબહેને વાડજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ગમે ત્યારે કોલેજમાં આવીને હાથ પકડતો

 મોનાએ મળવાની ના પાડી દીધી હોવા છતાં ગમે ત્યારે કોલેજમાં જઇને હાથ પકડી લેતો તેમજ રસ્તામાં રોકી લેતો હતો. મોનાબહેના પતિને ગોપાલે મોકલેલા ફોટા અને લખાણ કબજે કર્યા છે. પરંતુ હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી. જેથી તેને પકડવા ટીમો કામે લગાવી છે. જે.એ.રાઠવા, પીઆઈ વાડજ

પતિને છૂટાછેડા લેવાની ધમકી આપી

થોડા દિવસ પહેલા ગોપાલ મોનાને લઇને ગાંધીનગર ફરવા ગયો હતો. તાજેતરમાં મોના પતિ સાથે જઇ રહી હતી ત્યારે અંધજન મંડળ પાસે ગોપાલે આંતરીને ઊભા રાખ્યા હતા અને મોનાના પતિને ધમકી આપી હતી કે મોનાને છૂટા છેડા આપી દે નહીં તો તને જાનથી માકી નાખીશ તેવી ધમકી આપતો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2U1KA1L

Comments