મારૂતિનો Q3 નફો 4 ટકા વધી રૂ. 1587 કરોડ થયો

મારૂતિ સુઝુકી ઇન્ડિયાએ ડિસેમ્બર-19ના અંતે પુરા થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 4.13 ટકા વૃદ્ધિ સાથે રૂ. 1587.4 કરોડ (રૂ. 1524.5 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની કુલ આવકો રૂ. 20721.8 કરોડ (19680.7 કરોડ) થઇ છે. જે 5.29 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

ઉપરોક્ત ગાળા દરમિયાન કંપનીના કુલ વાહન વેચાણો બે ટકા વધી 437361 યુનિટ્સ (413698 યુનિટ્સ) નોંધાયા છે. જ્યારે નિકાસ 23663 યુનિટ્સની નોંધાવી છે.

એપ્રિલ-ડિસેમ્બર-19ના ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો 25.16 ટકા ઘટી રૂ. 4355.3 કરોડ (રૂ. 5819.8 કરોડ) થયો છે. કુલ આવકો પણ 11.06 ટકા ઘટી રૂ. 57452.3 કરોડ (રૂ. 64594.5 કરોડ) રહી હતી. આ ગાળા દરમિયાન વાહન વેચાણો પણ 16.1 ટકા ઘટી 1178272 યુનિટ્સ નોંધાયા છે. જ્યારે સ્થાનિક બજારમાં વેચાણ 16.9 ટકા ઘટી 1100698 યુનિટ્સના રહ્યા હતા. જેમાં નિકાસોનો હિસ્સો 77574 યુનિટ્સનો રહ્યો હતો.

શેર 2 ટકા તૂટ્યો: પરીણામના પગલે શેર 2.05 ટકા (રૂ. 146.80)ના ઘટાડા સાથે રૂ. 6996.95ની સપાટીએ બંધ રહ્યો હતો.

TCI એક્સપ્રેસનો નફો 36% વધ્યો, રૂ. 1.50 ડિવિડન્ડ

ટીસીઆઈ એક્સપ્રેસ લિમિટેડનો ચોખ્ખો નફો 36.4 ટકા વધી રૂ. 26 કરોડ (રૂ. 19 કરોડ) થયો છે. કંપનીની આવકો બે ટકા વધી રૂ. 268 કરોડ (રૂ. 263 કરોડ) થઇ છે. કંપનીએ શેરદીઠ રૂ. 1.50 વચગાળાનું બીજું ડિવિડન્ડ ચૂકવવાની ભલામણ કરી છે. PAT માર્જિન 9.5 ટકા નોંધાયુ, ગતવર્ષે ત્રીજા ત્રિમાસિકમાં 7.1 ટકા હતું. પ્રથમ નવ માસમાં શેરદીઠ રૂ. 3નું કુલ ડિવિડન્ડ અને પે આઉટ રેશિયો 16.4 ટકા નોંધાવ્યો છે. જ્યારે ઈબિડીટા માર્જિન 13.1 ટકા વધી 107બેઝિસ પોઈન્ટ રહ્યુ છેસ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝિસ ગ્રાહકોમાં વૃદ્ધિને પગલે આવકો વધી છે.

શેર સાધારણ નરમ: પરીણામના પગલે શેર 0.79 ટકા ઘટી રૂ. 829 બંધ રહ્યો હતો.

IIFL ફાઇનાન્સનો નફો 78 ટકા વધી રૂ. 193 કરોડ

આઇઆઇએફએલ ફાઇનાન્સનો ચોખ્ખો નફો 78 ટકા ઊછળી રૂ. 193 કરોડ (રૂ. 108.4 કરોડ) થયો છે. આવકો જોકે, 2 ટકા ઘટી રૂ. 582.60 કરોડ (રૂ. 593.40 કરોડ) થઇ છે. 31 ડિસેમ્બરની સ્થિતિ અનુસાર લોન એસેટ અંડર મેનેજમેન્ટ રૂ. 36015 કરોડની રહી છે. કંપનીની નેટ એનપીએ 0.98 ટકા રહી છે.

શેર 2.7 ટકા તૂટ્યો: પરીણામના પગલે શેર 2.68 ટકા ઘટી રૂ. 165.10ની સપાટીએ બંધ રહ્યો હતો.

સેન્ટ્રલ બેન્ક ખોટમાંથી નફામાં, એનપીએ ઘટી

સેન્ટ્રલ બેન્કનો ચોખ્ખો નફો રૂ. 164.28 કરોડ થયો છે. આગલાં ત્રિમાસિકમાં રૂ. 681.16 કરોડની ખોટ નોંધાવી હતી. કુલ આવકો વધી રૂ. 7307.98 કરોડ (રૂ. 6356 કરોડ) થઇ છે. નેટ એનપીએ 9.26 ટકા (10.32 ટકા) થઇ છે.

મારૂતિના પરીણામ એક નજરે

વિગત ડિસે.-19 ડિસે.-18 +/-%

Q3

ચોખ્ખો નફો 1587.4 1524.5 4.13

આવકો 20721.8 19680.7 5.29

નવ માસ

ચોખ્ખો નફો 4355.3 5819.8 -25.16

આવકો 57452.3 64594.5 -11.06



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2uEUAne

Comments