કંપની પરિણામ બજાજ ફાઈનાન્સનો Q3 નફો 52 ટકા વધ્યો

એનબીએફસી બજાજ ફાઈનાન્સ લિમિટેડનો ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 52 ટકા વધી રૂ. 1614 કરોડ નોંધાયો છે. ગતવર્ષે આ ગાળામાં રૂ. 1060 કરોડ નફો નોંધાવ્યો હતો. કુલ આવકો 41 ટકા વધી રૂ. 7026 કરોડ (રૂ. 4992 કરોડ) થઈ છે. કંપનીની એયુએમ 31 ડિસેમ્બર, 2019 મુજબ 35 ટકા વધી રૂ. 1,45,092 કરોડ (રૂ. 1,07,507 કરોડ) થઈ છે. ગ્રોસ એનપીએ 1.61 ટકા રહી છે.

પોઝિટીવ પરિણામોને પગલે બજાજ ફાઈનાન્સ ઈન્ટ્રા ડે 5.48 ટકા વધી 4444.40ની વાર્ષિક ટોચે પહોંચ્યો હતો. અંતે સુધરી 4.95 ટકા વધી રૂ. 4421.75 થઈ છે.

ગોદરેજ કન્ઝ્યુમરનુ શેરદીઠ રૂ. 2નુ વચગાળાનુ ડિવિન્ડ

ગોદરેજ કન્ઝ્યુમરે ત્રીજા ત્રિમાસિકમાં રૂ. 445.20 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. ગતવર્ષે રૂ. 423.52 કરોડ હતો. કુલ આવકો વધી રૂ. 2801.57 કરોડ (રૂ. 2746.65 કરોડ) થઈ છે. કંપની બોર્ડે શેરદીઠ રૂ. 2 વચગાળાના ડિવિન્ડપેટે આપવા ભલામણ કરી છે.

ચોલામંડલમ ફાઈનાન્સિયલનો નફો 5% વધી 430 કરોડ

નવી દિલ્હી| મુરૂગપ્પા ગ્રુપ કંપની ચોલામંડલમ ફાઈનાન્સિયલ હોલ્ડિંગ લિમિટેડે ડિસેમ્બર ત્રિમાસિક ચોખ્ખો નફો 5 ટકા વધી રૂ. 430.3 કરોડ થયો છે. ગતવર્ષે રૂ. 408.65 કરોડનો ચોખ્ખો નફો નોંધાયો હતો. કંપનીની કુલ આવકો વધી રૂ. 3,395.34 કરોડ (રૂ. 2954.13 કરોડ) થઈ છે. 46.5 ટકા હિસ્સો ધરાવતી કંપની ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ કંપની લિ.નો ચોખ્ખો નફો 28 ટકા વધી રૂ. 389 કરોડ થઈ છે.

સીજી પાવરની ખોટ વધી 1600 કરોડ થઈ

સીજી પાવર એન્ડ ઈન્ડસ્ટ્રીયલ સોલ્યુશનની ખોટ સતત વધી રહી છે. સપ્ટેમ્બરમાં પૂર્ણ થતાં ત્રિમાસિકમાં રૂ. 1595.21 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી છે. ગતવર્ષે રૂ. 101.83 કરોડની ચોખ્ખી ખોટ થઈ હતી. કુલ આવકો ઘટી રૂ. 1548.50 કરોડ (રૂ. 2115.27 કરોડ) થઈ છે. એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન કંપનીની ચોખ્ખી ખોટ 600 ટકાથી વધુ વધી રૂ. 1668.81 કરોડ (રૂ. 212.09 કરોડ) થઈ છે.

તાતા પાવરનો નફો 12% વધ્યો

તાતા પાવરનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 11.76 ટકા વધી 245.69 કરોડ (રૂ. 219.79 કરોડ) થયો છે. કુલ આવકો ઘટી રૂ. 7,136.04 કરોડ (રૂ. 7997.42 કરોડ) રહી છે. જો કે, એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો ઘટી રૂ. 827.25 કરોડ (રૂ. 2,377.9 કરોડ) થયો છે.

NIIT ટેક્.નું શેરદીઠ 10નુ વચગાળાનુ ડિવિન્ડ

આઈટી કંપની એનઆઈટી ટેક્નોલોજીસનો ચોખ્ખા નફો 66.29 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 123.3 કરોડ નોંધાયો છે. ગતવર્ષે કંપનીએ રૂ. 100.2 કરોડ નફો નોંધાવ્યો હતો. આવકો 10.4 ટકા વધી 1073.4 કરોડ (રૂ. 971.7 કરોડ) થઈ છે. બોર્ડે શેરદીઠ રૂ. 10નુ વચગાળાનુ ડિવિન્ડ 10 ફેબ્રુઆરીના રોજ આપવા ભલામણ કરી છે. ત્રિમાસિકમાં કંપની કુલ 62.4 કરોડનુ ડિવિન્ડ આપ્યુ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2uMUWIc

Comments