100થી વધુ યુવાનોને આર્મીમાં જોડાવવા માટેની ટ્રેનિંગ અપાશે


મદદનીશ નિયામક, રોજગાર કચેરી તરફથી ઇન્ડિયન આર્મીમાં ભરતી અંગે મે મહિનામાં નિ: શુલ્ક માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યંુ છે. મે મહિનામાં આયોજિત આ નિ:શુલ્ક તાલીમ કાર્યક્રમ માટે શાહીબાગ વિસ્તારમાં આવેલી મદદનીશ નિયામક કચેરી, રોજગાર વિભાગનો સંપર્ક કરવા માટે જણાવાયંુ છે. 100થી વધુ યુવાનોને આર્મી ભરતી પૂર્વેની તાલીમ આપવામાં આવશે.

મદદનીશ નિયામક રોજગાર એસ. આર. વિજયવર્ગીયના જણાવ્યા પ્રમાણે અનુસૂચિત જાતિના યુવાનો માટે એક તાલીમ વર્ગ અને બિનઅનામત વર્ગના યુવાનોને માટે બે તાલીમ વર્ગ એમ કુલ ત્રણ તાલીમ વર્ગ શરૂ કરવામાં આવ્યા છે. ઉમેદવારોએ મદદનીશ નિયામકની કચેરી, બહુમાળી ભવન,અસારવા, બ્લોક એ-બી, પહેલો માળ, ગિરધરનગર બ્રિજ પાસે, શાહીબાગ ખાતે ઓરિજનલ માર્કશીટ, લીવિંગ સર્ટિપિકેટ, અનુસૂચિત જાતિના હોય તો જાતિનું પ્રમાણપત્ર, ફોટો સાથે ઝેરોક્સ નકલ લઈ ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

આર્મીમાં ભરતી અંગે મેમાં નિ:શુલ્ક માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે

યુવાનો શાહીબાગ રોજગાર કચેરીમાં નોંધણી કરાવી શકશે

તાલીમ શિબિર માટે ઉમેદવારોના માપદંડ કયા?

{ તાલીમ વર્ગમાં 17થી 20 વર્ષની વયજૂથના ધોરણ 10 પાસ, 50 ટકાથી વધુ માર્ક્સ ધરાવતા, અંગ્રેજી વિષય સાથે પાસ 168 સેમીથી વધુ ઊંચાઈ ધરાવતા 77થી 88 સેમી છાતી ફુલાવી શકતા ઉમેદવારો ભાગ લઈ શકશે.

{1600 મીટરની દોડ 6 મિનિટ 10 સેકન્ડમાં પૂરી કરી શકતા, ઓછામાં ઓછી આઠ પુલઅપ્સ કરી શકતા હોય. જે ઉમેદવારો આ શિબિર માટે પસંદ થયા હશે તેઓ નિ:શુલ્ક તાલીમ શિબિરમાં ભાગ લઈ શકશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/388VRB6

Comments