માંદા ઉદ્યોગોને બેઠા કરવા માત્ર 100 કરોડ, વીજ સબસિડી અને વ્યવસાય વેરા પર સરકારનું મૌન

સુરતઃ કેન્દ્ર બાદ રાજ્ય સરકારે કાપડ અને હીરા ઉદ્યોગને નિરાશા આપી છે. વીજ સબસિડી, વ્યવસાય વેરામાં રાહત, એક્સપોર્ટ પ્રમોશન સ્કીમમાં રાહતનો ઉલ્લેખ કર્યો નથી. આર્થિક રીતેમાંદા એકમોને બેઠા કરવા રૂ. 100 કરોડનું ફંડ જાહેર કર્યું છે.અઢી કલાકમાં રાજ્ય સરકારના નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે વર્ષ 2020-21 માટે બજેટ જાહેર કર્યુ છે. આ વર્ષેઉદ્યોગોનો ફરી બેઠા કરવા માટેની રાજ્ય સરકાર યોજના આપે તેવી મોટા પાયે આશા હતી.

ટેક્સટાઈલ-ડાયમંડની અધૂરી રહેલી માંગણીઓ

  1. રાજ્ય સરકાર દ્વારા ટેક્સટાઈલ યુનિવર્સિટી સ્થાપવા કરેલી 3 વર્ષ પૂર્વેની જાહેરાત પોકળ પુરવાર થઇ.
  2. ગાર્મેન્ટ હબ માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નહીં.
  3. એક્સપોર્ટ પ્રમોશન સ્કીમનો પણ કોઈ ઉલ્લેખ નહીં
  4. સીઈટીપી પ્લાન્ટને ડેવલપ કરવા કે ટેક્સ મુક્તિ માટે કોઈ લાભ નહીં
  5. બેંકોમાંથી મળતાં ફાયનાન્સના ધારા-ધોરણમાં સુધારો કે સરળતાં કરવામાં આવી નથી.

સુરત-જિલ્લામાં શું કરાઇ જોગવાઇ

  1. સુરત સહિત 6 શહેરોમાં મૂંગા પશુ પક્ષીઓની સારવાર માટે કરૂણા એમ્બ્યુલન્સ સેવાને 13 કરોડ
  2. નબળી કે બંધ ખાંડ સહકારી મિલોને સહાય માટે 25 કરોડ
  3. ઉકાઇ જળાશય આધારિત 962 કરોડની સોનગઢ-ઉચ્છલ-નિઝર ઉદવહન સિંચાઇ યોજના માટે 250 કરોડ
  4. સુરતના ઉમરપાડા તાલુકા અને નર્મદાના ડેડીયાપાડા તાલુકામાં તાપી-કરજણ લીંક પાઇપલાઇન સિંચાઇ યોજના માટે 92 કરોડ
  5. 511 કરોડના કાંકરાપાર-ગોરધા-વડ સિંચાઇ યોજના માટે 70 કરોડ
  6. સુરત સહિત 4 જિલ્લાની જેલોમાં મીની આંગણવાડી શરૂ કરાશે
  7. અમદાવાદ-ગાંધીનગર તેમજ સુરત મેટ્રો રેલ પ્રોજેકટને 406 કરોડ
  8. સુરત સહિત ચાર શહેરમાં 1.20 લાખ બાંધકામ શ્રમિકોને સિટીબસ ખર્ચમાં સહાય અપાશે
  9. સુરત સહિતની રાજ્યની મહાનગર પાલિકાઓને જળકુંભી કાઢવા 15 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

કૃષિ, સમાજ અને શિક્ષણલક્ષી બજેટ - ચેમ્બરના પ્રમુખ કેતન દેસાઈ જણાવે છે કે, કૃષિ, શિક્ષણ અને સમાજલક્ષી બજેટ છે. શહેરના ઉદ્યોગોને સીધી રીતે ફાયદો મળ્યો નથી.
મેટ્રો પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થશે - ચેમ્બરના ઉપપ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવે છે કે, મેટ્રો રેલ પ્રોજેક્ટ વેળાસર શરૂ થાય તેવા શુભ સંકેત મળ્યા છે.
ગામ, ગામડુ -ખેતર આ બજેટમાં - દ. ગ. ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ જણાવે છે કે, આ વખતે બજેટમાં મુખ્યત્વે ગામ, ગામડુ અને ખેતરનો સમાવેશ કરાયો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ડાયમંડ ઇન્ડસ્ટ્રી - ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2PsbXiA

Comments