શિક્ષણ વિભાગના જોબ કેમ્પમાં 1269 કંપનીએ 17148 ઉમેદવારો પસંદ કર્યા

અમદાવાદ: રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ તરફથી ગત 6થી 20મી ફેબ્રુઆરી દરમિયાન વિવિધ સ્થળોએ 30 જેટલા જોબ પ્લેસમેન્ટ કેમ્પનુંઆયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ 34,584 વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા. આ પૈકી 8335 પુરુષ ઉમેદવારો અને 8813 મહિલા ઉમેદવારો મળીને કુલ 17,148 ઉમેદવારોની પસંદગી વિવિધ કંપનીઓએ કરી છે.
શિક્ષણ વિભાગના પ્લેસમેન્ટ સેલના નેજા હેઠળ કુલ 30 જેટલા પ્લેસમેન્ટ કેમ્પનુ્ંઆયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
આ પ્લેસમેન્ટ કેમ્પ દરમ્યાન કુલ 34584 વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત રહ્યા હતા, જેમાં 16178 પુરુષ ઉમેદવારો અને 18406 મહિલા ઉમેદવારોએ ભાગ લીધો હતો. તમામ 30 પ્લેસમેન્ટ કેમ્પમાં 1269 કંપનીએ ભાગ લીધો હતો. તેમાં કોર એન્જિનિયરિંગ, કમ્પ્યુટર, આઈટી, કેમિકલ, હેલ્થકેર, મિકેનિકલ, ઓટોમોબાઇલ, બેન્કિંગ, ફાઇનાન્સ, ઈન્સ્યોરન્સ, ટૂરિઝમ સહિતના સેક્ટરની વિવિધ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થતો હતો.
આ સ્થળોએ જોબ પ્લેસમેન્ટ કેમ્પ યોજાયા
ગાંધીનગર, રાજકોટ, જામનગર-દ્વારકા, અરવલ્લી, દાહોદ, પાટણ, પાલનપુર, વડોદરા, સુરત, આણંદ હિંમતનગર, પંચમહાલ, છોટાઉદેપુર, ખેડા-મહિસાગર, સુરેન્દ્રનગર, તાપી-ડાંગ, નર્મદા, મહેસાણા, ભરૂચ, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ-ગીર સોમનાથ, અમરેલી, કચ્છ.
બ્રાંચ પ્રમાણે પસંદગી પામેલા ઉમેદવાર

બ્રાંચ વિદ્યાર્થીની સંખ્યા
કોમર્સ 6686
આર્ટ્સ 3744
સાયન્સ 2750
ડિપ્લોમા 1918
ડિગ્રી એન્જિનિયરિંગ 1310
અન્ય વિદ્યાશાખાના સ્નાતક 740


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/32uTFT2

Comments